માણસના શરીરથી સંકળાયેલી વાતો તેમને બીજા માણસોથી જુદી બનાવતી હોય છે. તો ક્યારેક તે આપણી સાથે સંકળાયેલી એવી વાતો પણ ઉજાગર કરતી હોય છે. જે અન્ય માણસોને ખબર ન હોય. એવી જ એક વાત આપણા ચહેરા સાથે જોડાયેલ છે. વ્યક્તિના ચહેરાનો આકાર કેવો છે તે તેને વિશેની ઘણી મહત્વપુર્ણ વાતોને ઉજાગર કરતી હોય છે. જેવી કે તમારી તાકાત કે નબળાઇ શું છે તમને ક્યા ક્ષેત્રમાં વધુ રસ છે, તમને કેવવી વાતું વધુ ગમે છે તથા કેવી વાતો ખરાબ લાગે છે તમારું ભવિષ્ય કેવું હોઇ શકે વગેરે જેવી વાતો તમારો ચહેરો જોઇને કોઇ પણ વ્યક્તિ જાણી શકે છે.
તો શું તમે પણ એ વાત જાણવા માંગો છો કે ચહેરા પરથી વ્યક્તિની કઇ-કઇ વાત વિશે જાણી શકાય છે અને કેવો આકારનો ચહેરો ધરાવતો વ્યક્તિ કેવો હોય છે.
– ચોરસ આકાર વાળો ચહેરો…..
જે માણસોના ચહેરાનો આકાર ચોરસ હોય છે, તે બધા ખૂબ ઝડપી અને એમ્બિશિયસ હોય છે. ઘણી વખત તેઓ પોતાની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવામાં થોડા બળવાખોરી બની જતા હોય છે.આવા માણસો કોઇની ઉપર પણ ખૂબ સરળતાથી ઇન્મ્રેપશન જમાવી લેતા હોય છે. ઉપરાંત કોઇ વાત લઇને સરળતાથી ગૂંચવાતા પણ નથી.
– ત્રિકોણ ચહેરો….
જે લોકોના ચહેરાનો આકાર ત્રિકોણ હોય છે. એવા લોકો ઘણાં બધાં સર્જનાત્મક વૃતિવાળાં હોય છે. આવા લોકો બુદ્વિમાન તો હોય જ છે પણ સાથે સાથે આમને ગુસ્સો પણ બહુ ઝડપથી આવી જતો હોય છે. આવા લોકો શરીરથી દૂબળાં-પાતળાં હોય છે.
– અંડાકાર ચહેરો……
જે સ્ત્રી કે પુરુષનો ચહેરો અંડાકાર પ્રકારનો હોય છે તેઓ કલાત્મક પ્રકૃતિના હોય છે. તેમનું વ્યક્તિત્વ પણ ઘણું આકર્ષક હોય છે. અન્ય લોકોની વચ્ચે અલગ દેખાવું એ તેમની ખાસિયત હોય છે. આવા લોકો બહુ જલદી બિમાર પડી જતા હોય છે. આવા લોકો માનસિક રીતે નબળા હોય છે તથા તેમનામાં સારો આવુ નેતૃત્વ કરી શકવાનો ગુણ હોય છે.
– ગોળાકાર ચહેરો…..
જે વ્યક્તિના ચહેરા ગોળાકાર હોય છે એવા લોકો ઘણા લાગણીશીલ અને સંવેદનશીલ પ્રકૃતિના હોય છે. આવા લોકો જેમને પણ પ્રેમ કરે. તેમના માટે કંઇ પણ કરવા તૈયાર હોય છે. જો કોઇને પણ સાચા હમસફરની શોધ હોય તો તેમને આવા લોકોથી વધુ સારા પાર્ટનર નહીં મળે….
– લંબચોરસ ચહેરો…..
આવો ચહેરાનો આકાર ધરાવતા લોકોને અન્ય લોકો પર રોફ જમાવો ઘણો પસંદ પડતો હોય છે. આવા લોકો દરેક વાતને ખૂબ જ કરતા હોય છે. અને કોઇના પણ સરળતાથી ગુસ્સે પણ થતા હોતા નથી. આવા લોકો થોડા ઘણાં અંશે આળસું પણ હોય છે.
તમે પણ તમારા ચહેરાના આકાર પરથી પોતાના સ્વભાવ સાથે સંકળાયેલી ખાસિયતોને હવે ઓળખી જાવ.