વર્ષમાં ફેરફાર સાથે બજેટ સત્રમાં પણ બદલાવ થતો હોવાથી અવઢવ
નવી દિલ્હી
ભારતીય અર્થતંત્રમાં લાંબા સમય બાદ નોંધપાત્ર ફેરફારો થઇ રહ્યા છે. સરકાર દ્વારા નાણાકીય નીતી બાબતે મહત્વની કામગીરી કરી છે. આ કામગીરીના ભાગરુપે નાણાકીય વર્ષ એપ્રીલથી માર્ચને બદલે કરવાની વિચારણા શરુ થઇ હતી. ગત ર૧મી જુલાઇના રોજ એક લેખીત પ્રશ્ર્નના જવાબમાં નાણામંત્રી અ‚ણ જેટલીએ કહ્યું હતું કે સરકાર નાણાકીય વર્ષ બદલવા અંગે વિચારણા કરી રહી છે. જો કે આ નિર્ણય અભેરાઇએ ચડાવી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ચાલુ વષર્.ે સરકારે બ્રિટીશ શાસન કરતા અલગ ચીલો ચાતરીને ૨૮ ફેબ્રુઆરીને બદલે ૧ ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવ્યું હતું.
સુત્રોના કહેવા પ્રમાણે જો નાણાકીય વર્ષ કરવામાં આવે તો બજેટ જારી કરવાની પણ તારીખ બદલવી પડે નવા નાણાકીય વર્ષ પ્રમાણે બજેટ ઓકટોબર મહીનામાં જારી કરવું પડે જે યોગ્ય નથી. આ મુંઝવણને કારણે નાણાકીય વર્ષ બદલવાની વાત અભેરાઇએ ચડાવી દેવામાં આવી છે.
વધુના નીતી આયોગે પણ નાણાકીય વર્ષમાં ફેરફારને કારણે માળખામાં થનારા બદલાવ અંગે સુચનો કર્યા હતા. બીજી તરફ સંસદીય સમીતીએ પણ નાણાકીય વર્ષ કરવા માટે ભલામણ કરી હતી. જો કે જીએસટી નોટબંધી વગેરે નિર્ણયો બાદ નાણાકીય વર્ષમાં ફેરફારનો નિર્ણય ત્વરીત ન કરવા બાબતે વિચાર થઇ રહ્યો છે. જેના પરિણામે હાલ નાણાકીય વર્ષ કરવાની દિશામાં
કોઇ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના ઓછી છે.
જો કે વિવિધ રાજયો અને સમીતીઓ દ્વારા આ બાબતે હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હોવાથી નાણા મંત્રાલય સંપૂર્ણ માળખું ઘડીને જે કે સમયે અમલવારી કરે તેમાં પણ શંકાને કોઇ સ્થાન નથી.