સરકાર તમામને યુનિક ઇકોનોમિક કોડ આપશે, આર્થિક ગુનેગારો હવે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહારો નહીં કરી શકે !!
સરકાર નાણાકીય ગુનો આચરનાર ગુનેગારો સામે અત્યંત કડક પગલાં લેવા માટે સજ્જ થયું છે. અત્યાર સુધી વિજય માલ્યા,પી.ચિદમ્બરમ, મનીષ સિસોદિયા જેવા ઉચ્ચ ગજાના લોકો નાણાકીય છેતરપિંડી આચરીને નાસી છૂટતા હતા પરંતુ તેમના ઉપર તવાય કેવી રીતે બોલાવી તે સરકાર માટે સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર અને નાણા વિભાગ સંયુક્ત રીતે આર્થિક કૌભાંડકારીઓને જગ જાહેર કરશે. તેના માટે સરકાર હવે યુનિક ઇકોનોમિક ઓફેન્ડર કોડ આપશે જેથી તેઓ કોઈ પણ પ્રકાર ના નાણાકીય વ્યવહાર કરતા હોય તો તેની જાણ સરકારને થશે અને તેઓને એ કાર્ય કરવાથી પ્રતિબંધિત કરાશે. સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો કે જે નાણામંત્રાલય ના નેજા હેઠળ આવે છે તે આ કોડ અને તેમના આધાર નંબર અને પાનકાર્ડ સાથે લીંક કરી દેશે જેથી તેની દરેક નાણાકીય લેતી દેતી અંગે માહિતી મળી શકે.
સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો કે જે આ તમામ આર્થિક ગુના આચારનાર ગુનેગારો ઉપર તવાઈ બોલાવશે તેને અઢી લાખ જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી છે અને તે તમામ ને યુનિક કોડ આપવામાં આવશે. જાણવા જેવી વાત એ છે કે જે ઉચ્ચ ગજાના લોકો આ પ્રકાર ની ખેતરપિંડી કરી રહ્યા છે તેઓ સામાજિક સ્તર ઉપર પણ ખૂબ મોટું નામ ધરાવે છે રાજકીય ક્ષેત્રે પણ તેમનું આધિપત્ય જોવા મળે છે. કાર દ્વારા જે યુનિટ કોડ આપવામાં આવશે તેમાં જે તે ગુનેગારની તમામ વિગતો એક જ જગ્યા ઉપરથી મળી રહેશે. કોઈપણ ગુનેગાર અંગે કોઈ પણ તપાસ કરતી એજન્સી તેની વિગત સિસ્ટમમાં નાખશે ત્યાં જ તે કોડ તેઓને મળી રહેશે અને જે મુજબ તેઓ આગળની તપાસ પણ સરળતાથી હાથ ધરી શકશે.
ભાગેળૂ વિજય માલ્યા ,ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમબરમ, દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા, સત્યેન્દ્ર જૈન કે જેવો મની લોન્ડરીંગ કેસમાં સંડોવાયેલા છે તેઓને પણ આ યુનિક ઇકોનોમિક ઓફ્રેન્ડર કોડ અપાશે. નેશનલ ઇકોનોમિક ઓફેન્સ રેકોર્ડ આ તમામ ડેટા ની જાળવણી કરશે અને તે અંગેની તમામ વિગત સેન્ટ્રલ અને સ્ટેટ ઇન્ટેલિજન્સની સાથોસાથ ઇન્ફોર્સમેન્ટ એજન્સીને સુપરત કરશે.
નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટરની સાથોસાથ સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો સંયુક્ત રીતે ચાલીસ કરોડના ખર્ચે આ વ્યવસ્થા ઊભી કરશે અને આગામી ૪ થી ૫ મહિનામાં તમામ આર્થિક ગુનેગારોના ડેટા સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીને સુપરત કરાશે. આ પદ્ધતિમાં સંપૂર્ણ માનવ રહિત હોવાથી કોઈપણ પ્રકારની ગેરરીતી આચરવામાં આવશે નહીં. ત્યારે હવે સરકાર જે રીતે ક્રાઈમ રેકોર્ડ આરોપીઓના ઉભા કરે છે જેથી તેઓને તમામ આરોપીની વિગત મળી રહે એવી જ રીતે હવે આર્થિક ગુનો આચારનાર આરોપીની પણ તમામ વિગતો એક સ્થળેથી જ મળી રહેશે અને તેને નાણાકીય લેતી દેતી કરવા માટે પ્રતિબંધિત પણ કરાશે.