દેવહરી ઈન્ટરીયલ પ્રોડકટના માલીક રાકેશભાઈ લાડાણીએ ઈન્ટરીયલ પ્રોડકટ ઈન્ડસ્ટ્રીલીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા ઉદ્યોગની સ્થિતિ સંપૂર્ણ રીતે સારી હતી.

vlcsnap 2020 05 08 11h11m32s064

પરંતુ ૩૦-૪૦ દિવસના લોકડાઉનમાં અમારા કારીગરોને ઈનહાઉસ રહેવા વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉદ્યોગોને પરમિશન મળતા ઉદ્યોગો શરૂ  કર્યા પરંતુ અત્યારે પરિવહન બંધ હોવાથી તૈયાર થયેલી પ્રોડકટ ડીસ્પેચ થતી નથી.

લાંબો સમય આવી જ સ્થિતિ રહેશેતો અમારે અમારા ઉદ્યોગો બંધ કરવાની સ્થિતિ આવશે. કારણ કે પછી સ્ટોક કરવામાં પણ મર્યાદા આવશે.

ઘણા યુનિટો ભાડા પર ચાલતા હોય તો તેમનું ભાડુ એ ઉપરાંત લોન લીધેલી હોય તો તેમનું હપ્તા ચૂકવવા પડતા હોય કારીગરોને પગાર ચૂકવણી કરવાની હોય તો આર્થિક પ્રશ્ર્ન પણ છે તો ખાસ કરીને બેંકોએ આ સમયે વ્યાજમાં રાહત આપવી જોઈએ તેમજ નાના ઉદ્યોગોનો સરકારે રાહત આપવાની એજન્ડા આપવા જોઈએ હાલ ૫૦% કારીગરોથી કામગીરી શરૂ  છે. અને પરિવહનમાં અમને અમારા એશોસીએશને ખૂબ સારી વ્યવસ્થા કરાવી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.