બેંકોમાં બેડ લોન રિકવરીના દોઢ લાખથી વધુ કેસો, જેમાં બેંકોના રૂ.12 લાખ કરોડ ફસાયેલા લોક અદાલત સહિતના માધ્યમોનો ઉપયોગ કરી કેસોનો તાકીદે નિકાલ કરવાની સૂચના
દેશની બેંકોમાં દોઢ લાખથી વધુ એવા કેસો પેન્ડિંગ છે જેમાં લોન આપ્યા બાદ પરત કરવામાં ન આવી, હોય અથવા કોઈ કાયદાકીય ગૂંચવણ ઉભી હોય. આવા કેસોમાં બેંકોના 12 લાખ કરોડ રૂપિયા ફસાયેલા છે. આ કેસોનો તાકીદે નિકાલ કરવા નાણામંત્રાલય તરફથી આદેશો છૂટ્યા છે.
નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને ડેટ રિકવરી ટ્રિબ્યુનલ્સમાં પેન્ડિંગ 1 લાખથી વધુ બેડ લોન રિકવરી કેસોને ક્લિયર કરવા માટે વન-ટાઇમ ક્લિન અપ વ્યૂહરચના માટે ઝુંબેશ તૈયાર કરવા જણાવ્યું છે.
મંત્રાલયે બેંકોને કેસની સંખ્યા ઘટાડવા માટે લોક અદાલત જેવા વૈકલ્પિક વિવાદ ઉકેલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા જણાવ્યું છે. બેન્કિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડેટ રિકવરી ટ્રિબ્યુનલમાં 2 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે જેમાંથી 1.5 લાખથી વધુ મૂળ અરજીઓ રૂ. 12 લાખ કરોડથી વધુના એક્સપોઝર માટે છે. તેમાંથી 12 જાહેર ક્ષેત્રની બેંકોમાં 1 લાખથી વધુ કેસો પેન્ડિંગ છે જ્યાં મૂળ એક્સપોઝર આશરે રૂ. 7.4 કરોડ છે.
કાયદા મંત્રાલયના અધિકારીઓની હાજરીમાં નાણા મંત્રાલયમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. દરખાસ્ત ઓછી દાવાની કિંમતના કિસ્સાઓ માટે યોજના ધરાવે છે જ્યાં વિવાદ સીધો હોય અને પક્ષકારો સમાધાન માટે પસંદ કરે તેવી શક્યતા હોય.