ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારામને મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે ટેક્સ ઘટાડવા અંગેનુ બિલ પાસ થઈ ચુક્યું છે.
નિર્મલા સીતારમને કરેલી જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી.સેન્સેક્સ ૧૪૦૦થી વધુ અંક ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી 363 અંક વધ્યો છે.
- રોકાણ કરનારી કંપનીઓ પર 15 ટકા ટેક્સ લાગશે
- મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટશે
- કોઈ પણ પ્રકારની છૂટ વગર ઈન્કમ ટેક્સ 22 ટકા થશે
- સરકારને આ જાહેરાત બાદ 45 લાખ કરોડનું નુકસાન થશે
- ઈક્વિટી કેપિટલ ગેન્સ પરથી સરચાર્જને હટાવવામાં આવ્યો છે
- શેર બાયબેક પર 20% ટેક્સ લાગશે નહિ