પદાધિકારીઓને મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનો આભાર માન્યો
રાજય સરકારના મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને આજે શિક્ષણ ઉપકર પેટે બાકી નીકળતી રૂ.૨૦.૭૬ કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી હોવાનું જાણવા મળી ર્હયું છે. આ તકે કોર્પોરેશનના પદાધિકારીઓએ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનો આભાર વ્યકત કર્યો હતો. સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા વિવિધ પ્રકારના વેરા પર વસુલવામાં આવતા શિક્ષણ ઉપકરની રકમ ઉપર રાજય સરકારમાં જમા કરાવી દેવામાં આવે છે. ત્યારબાદ સરકાર મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા આ રકમ ગ્રાન્ટ સ્વ‚પે મહાપાલિકાને ફાળવે છે. આજે મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ મહાપાલિકાને શિક્ષણ ઉપકરની ગ્રાન્ટ પ્રેટે રૂ.૨૦.૭૬ કરોડની ફાળવણી કરી છે.