ફ્રાન્સ સામે સેમીફાઈનલમાં હારતા બેલ્જીયમ આઉટ

ફિફા ૨૦૧૮માં ગઈકાલની મેચમાં બેલ્જીયમને હરાવીને ફ્રાન્સે ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે આજે દુનિયાભરની નજર બીજી સેમીફાઈનલનાં ઈગ્લેન્ડ અને ક્રોએશિયાના મેચ પર રહેશે. ક્રોએશિયા ૨૦ વર્ષ બાદ અંતિમ ચારમાં પ્રવેશ્યું છે. અને પહેલેથી અનબિટેબલ પરફોર્મન્સ આપતું આવ્યું છે. ત્યારે ઈંગ્લેન્ડ છેલ્લા પર વર્ષમાં પહેલી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા કરવાની તૈયારી કરી રહ્યું છે. તો શકિતશાળી ફ્રાન્સ સામે ઈગ્લેન્ડ રમશે કે ક્રોએશિયા તેનો ફેસલો સેમિફાઈનલ રાઉન્ડ પૂર્ણ થતા જ થઈ જશે.

આજની મેચમાં ઈગ્લેન્ડના કેપ્ટન હેરી કેનની સાથે રશફોર્ડ, રહીમ સ્ટર્લિંગ, જેસી લિન્ગાર્ડ તેમજ હેન્ડેરસન જેવા ખેલાડીઓ પાસેથી લોકોને આશા છે. જયારે ક્રોએશિયાની ટીમ કેપ્ટન લુકા મોડ્રિક, માન્ઝુકિચ, ક્રામારિચ, રેબિચ અને રેકિટિચ પર નિર્ધારીત રહેશે. રશિયામાં ચાલી રહેલી ૨૧માં ફૂટબોલ વર્લ્ડ કપનાં અંતિમ મૂકાબલામાં માત્ર ગણતરીનાં દિવસો જ વધ્યા છે. ત્યારે આજે ઈગ્લેન્ડ અને ક્રોએશિયામાંથી એક ટીમ નિરાશ થઈ જશે તો બીજી ટીમ ફ્રાન્સ સામે ફાઈટ ટુ ફીનીશ માટે લડશે આ વર્ષે ઈગ્લેન્ડની ટીમમાં ઘરા નવા ચહેરા જોવા મળ્યા છે. તો ક્રોએશિયા પાસે જુના ધુરંધરો છે. ફ્રાન્સ – બેલ્જીયમની સેમિફાઈનલ ૫૧મી મીનીટનાં સેમ્યુલનાં ગોલથી ફ્રાન્સ ૧-૦થી બેલ્જીયમ સામે જીત્યુ હતુ ત્યારે રવિવારે ફ્રાન્સ સામે ક્રોએશિયા અથવા ઈગ્લેન્ડ ટકરાશે.

સેમીફાઈનલમાં શરૂઆતી ૧૬ મિનિટ ખૂબજ રસપ્રદ રહી હતી જયારે ડે બ્રુએને વાઈડ શોટમાં ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો બેલ્જીયમ તરફથી બોરીશે સ્માર્ટ શોટથી ફ્રાન્સને છંછેડયું હતુ પ્રથમ હાફમાં બંને ટીમો ગોલ કરવાના પ્રયાસો કરતી રહી પરંતુ એક પણ ગોલ થયો નહતો. જોકે અંતે ફ્રાન્સ ફાઈનલમાં પહોચ્યું હતુ.

રોનાલ્ડોએ જુવેન્ટસ સાથે ૭૦૦ કરોડના કરારો કર્યા

પોર્ટુગલ રાઉન્ડ ઓફ ૧૬ની મેચમાં ઉરૂગ્વે સામેની હારબાદ સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પોતાની ગર્લફ્રેન્ડ સાથે ગ્રીસમાં વેકેશન ગાળી રહ્યો છે. રોનાલ્ડો તેની સ્પેનિશ કલબ રિયલ મેડ્રીક છોડવાની જાહેરાત કરી ચૂકયો છે. ત્યારે રોનાલ્ડોએ જુવેન્ટસ સાથે ૭૦૦ કરોડના કરારો કર્યા છે. તેની સાથે જ ઈટાલીયન કલબ સાથે જોડાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી તે જુવેન્ટસ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી હતી. રોનાલ્ડોએ મેડિકસ ટેસ્ટ પણ પાસ કરી લીધી છે. ૭ કરોડ પાઉન્ડના ચાર વર્ષનાં કરારને લીધે રોનાલ્ડોને પ્રતિ વર્ષ ૩ કરોડ પાઉન્ડ એટલે કે ૨૭૫ કરોડ રૂપીયા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.