ભારત આમ તો બિનસાંપ્રદાઇ પ્રદેશ છે જ્યાં વિવિધ પ્રકારની જાતિનાં, ધર્મના પ્રદેશના લોકો રહે છે. પરંતુ ક્યારે ક્યારેક એવી વાત પર વિવાદ થાય છે જેના કારણે દેશનાં કાનૂનને પણ અઘરી કવાયત કરવી પડે છે.
હમણાં જ થોડા સમય પહેલાં રસગુલ્લા બાબતે પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશા વચ્ચે જંગ ખેલાયો હતો અને રસગુલ્લાનો હક એટલે જી હા પશ્ર્ચિમ બંગાળને મળ્યો હતો. ત્યારબાદ હવે સાઉથની આઇટમ તરીકે જાણીતા એવા સાંભાર બાબતે તામિલનાડ અને મહારાષ્ટ્ર વચ્ચે વિવાદ સર્જાયો છે. જેમાં બંને પક્ષ પોતપોતાની રીતે દાવો કરે છે કે એ વ્યંજન પોતાના પ્રાંતનું છે જ્યારે મહત્તમ લોકો સાંભારને દ્રવિડ વિશેષકર તામિલ પાક સંસ્કૃતિનો ભાગ માને છે.
આ ઉપરાંત આ બાબતે ઘણા રીપોર્ટ એવું દર્શાવે છે કે આ મરાઠી વ્યંજન છે. તમિલનાડુનાં કેટલાંક ગામમાં સાંભારને મહારાષ્ટ્રનાં સૌર દામ આમટીનું જ એક સ્વરુપ માને છે. મરાઠોઓના સુલ્તાન શાહજીથી લઇ ૧૯મી સદીના મધ્યભાગ સુધી તમિલનાડુના પૂર્વી તટ પર રાજ કર્યુ હતું. આમ અહિં મિશ્રિત પ્રજાતિનું આબાદી વધી હતી.
મરાઠી દાળ આમદીમાં ખટાશ માટે કોકમનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે દેશના અન્ય ભાગમાં કોકમ નમળવાથ આમલી નાંખવામાં આવી અને એને સાંભારનું સ્વરુપ ધારણ કર્યુ હતું. જ્યાં અન્ય માન્યતા અનુસાર શિવજીનાં પુત્ર સાંભાજીના નામ પરથી સાંભાર મળ્યું હતું. તો આમ જોવું રહ્યું કે સાંભાર કોનો બને છે. પરંતુ આપણને તો સાંભરનો સ્વાદ ખૂબ ભાવે એટલે એને ભારતીય જ રાખીએ….