અંતે વૈજ્ઞાનિકોએ ઉકેલ્યો ખૂની ધોધનો કોયડો
બ્રહ્માંડ હોય કે બ્રહ્માંડનો કોઈ ભાગ દરેક માં કઈ ને કઈ રહસ્ય સમાયેલું છે. આપણી પૃથ્વી પર પણ એવી અગણિત જગ્યાઓ અને જીવ છે જેનું રહસ્ય હજુ અકબંધ જ છે. વાત છે 112 વર્ષ પહેલાની એટલે કે વર્ષ 1911માં બ્રિટનના સંશોધકોએ એન્ટાર્કટિકાના ટેલર ગ્લેશિયર ઉપર લોહીનું ધોધ વહેતો જોયો હતો. એક સદી પહેલા આ રીતે અજુગતું જોઇને લોકો અચંભામાં પડી ગયા હતા. પહેલા તો એવું માનવામાં આવતું હતું કે ત્યાં પરગ્રહવાસીઓ રહે છે. પરંતુ ધીમે ધીમે એ બાબતે રીસર્ચ અને એક્સ્પેરીમેન્ટ ચાલતા રહ્યા અને અંતે એ બાબતના નિષ્કર્ષ પર આવ્યા છે વૈજ્ઞાનિકો.
તો આવો જાણીએ શું છે આ ખુની ધોધનું રહસ્ય??
ખૂની એટલે લોહિયાળ ઝરણું પૂર્વીય એન્ટાર્કટિકાના વિક્ટોરિયા લેન્ડ પર આવેલું છે. એ બ્લડ ગ્લેશિયરના નીચેના ભાગ માંથી નીકળે છે. જેનાથી એ સાબિત થાય છે કે તેની નીચે જીવ વસે છે. ગ્લેશિયર નીચે નીકળતું એ લાલ પ્રવાહી નમકીન સેવેજ છે. જે એક ખુબજ પ્રાચીન ઇકોસીસ્ટમનો ભાગ છે. જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થયો તેમ તેમ એ રહસ્યની નજીક પહોચતા ગયા.
વૈજ્ઞાનિકો એ ઝરણાના લાલ પ્રવાહીના સેમ્પલની તપાસ કર્જા જાણ્યું હતું કે એ લોહી જેવું ખરું છે, આ પ્રવાહીને માઈક્રોસ્કોપમાં જોવામાં આવ્યું ત્યારે તેમાં નાના નાના નેનોસ્ફેયર દર્શાયા જે આયર્ન થી સમૃદ્ધ હતા અને તેમાં લોહતત્વ સિવાય બીજા અલગ અલગ તત્વો પણ જોવા મળ્યા હતા.
આ જગ્યા ખુબજ દુર્લભ સબગ્લેસીયલ ઈકોસિસ્ટમના બેક્ટેરીયાનું ઘર છે. અ બેક્ટેરિયા એવી જાગ્યા પર રહે છે જ્યાં ઓક્સીજન નથી. અગાઉ થએલા રિસર્ચ મુજબ વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે આ ખુની ઝરણામાં લોહતત્વની સાથે સાથે સીલીકોન, કેલ્શિયમ, એલ્યુમીનીયમ અને સોડીયમ જેવા કણો પણ છે.
અનેક પ્રકારે વૈજ્ઞાનિક પરીક્ષણો થયા અને અનેક તારણો આવ્યા પરંતુ અંતે એ ગ્લેશિયર નીચે લાલ વહેતું પ્રવાહી આયર્ન સોલ્ટ એટલે કે લોહ નમક હોવાનું પણ તારણ આવ્યું, જેમાં ફેરિક હાઇડ્રોકસાઇડ છે. તેમજ તેની નીચે સુક્ષ્મ જીવ રહે છે, જેના કારણે એ ખૂની ઝરણું નીકળે છે.