PSLV-C41 દ્વારા વહેલી સવારે શ્રી હરિકોટાથી IRNSS-1I સેટેલાઈટ લોન્ચ: નેવિગેશન સહિત સૈન્યક્ષેત્રે થશે મદદરૂપ
અંતે નેવિગેશન માટેની સેટેલાઈટ સફળતાપૂર્વક ઈસરોએ (ધી ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશને) અવકાશમાં લોન્ચ કરી દીધી છે. સ્વદેશી ટેકનીક પર નિર્મિત આઈઆરએનએસએસ ૧ આઈ નેવિગેશન સેટેલાઈટને આંધ્રપ્રદેશનાં શ્રી હરિકોટામાં સ્થિત સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી આજે વહેલી સવારે ૪ વાગ્યે ફર્સ્ટ લોન્ચ પેડ પીએસએલવી સી.૪૧ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે, લોન્ચ થયાના ૪૮ કલાક બાદ સંચાર સેટેલાઈટ જીસેટ ૬ એ સાથેનો સંપર્ક તુટી ગયો હતો. જેનાથી વૈજ્ઞાનિકોની સાથે સાથે સશસ્ત્ર સેશને પણ મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ હવે ઈસરોએ સ્વદેશી તકનીકને આધારે બનાવેલ આઈઆરએનએસએસ ૧ ૧ આઈને સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ પાછળની બધી નાકામીઓને ભુંસી નાખી છે. આઈઆરએનએસએસ એટલે કે ઈન્ડિયન રીઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ કે જે ઈસરો દ્વારા વિકસાવેલી એક સિસ્ટમ છે જે સ્વદેશી તકનીક પર આધારીત છે.જેનો મુખ્ય ઉદેશ્ય દેશ અને બોર્ડરોથી ૧૫૦૦ કીમી દૂરના હિસ્સાની તેના ઉપયોગકર્તાઓને સંપૂર્ણ જાણકારી આપવી છે. આ સેટેલાઈટ ઈસરોની નાવિક પ્રણાલીનો હિસ્સો છે. આઈઆરએનએસએસ ૧ આઈ સેટેલાઈટ નકશો તૈયાર કરવામાં સમયનો સાચો પતોલગાવવામાં, નેવીગેશનની પુરી જાણકારી આપવા સહિત સમુદ્રી નેવીગેશન ઉપરાંત, સૈન્ય ક્ષેત્રમાં પણ ઉપયોગી સાબીત થશે આ સેટેલાઈટનું વજન ૧૪૨૫ કિલોગ્રામ લંબાઈ ૧.૫૮ મીટર, ઉંચાઈ ૧.૫ મીટર અને પહોળાઈ ૧.૫ મીટર છે. જેને તૈયાર કરવામાં ૧૪૨૦ કરોડ રૂપીયાનો ખર્ચ થયો છે. જણાવી દઈએ કે, ઈન્ડિયન નેવીગેશન સિસ્ટમ ‘નાવિક’માં ૯ સેટેલાઈટ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,