- કોંગ્રેસે ઉત્તરપ્રદેશની બે મહત્વની બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા
- રાયબરેલીથી રાહુલ ગાંધી અને અમેઠીથી કિશોરી લાલ શર્મા આજે ભરશે ઉમેદવારી પત્ર
લોકસભા ચૂંટણી 2024 : અઠવાડિયાના સસ્પેન્સ પછી, કોંગ્રેસે આખરે શુક્રવારે ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે .રાહુલ ગાંધીને રાયબરેલીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી ચૂંટણી લડશે. કોંગ્રેસ, જે સમાજવાદી પાર્ટી (SP) સાથે બેઠક વહેંચણીના સોદાના ભાગરૂપે ઉત્તર પ્રદેશમાં 17 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે, તેણે અમેઠી અને રાયબરેલીને બાદ કરતા તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.
‘केंद्रीय चुनाव समिति’ की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए श्री @RahulGandhi को उत्तर प्रदेश के रायबरेली से और श्री किशोरी लाल शर्मा को अमेठी से कांग्रेस उम्मीदवार घोषित किया गया है। pic.twitter.com/AyFIxI62XH
— Congress (@INCIndia) May 3, 2024
ગુરુવારે સાંજે અમેઠીના ગૌરીગંજમાં કોંગ્રેસ કાર્યાલયમાં શુક્રવારે નોમિનેશન ફાઇલિંગ પહેલા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના પોસ્ટર અને બેનરો પણ લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષે અમેઠી અને રાયબરેલી બંને બેઠકો માટે તેમના ઉમેદવારો અંગે અઠવાડિયાથી ચાલતી અટકળોનો અંત લાવીને ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક માટે તેમના ઉમેદવાર તરીકે કિશોરી લાલ શર્માને પસંદ કર્યા છે.
ભાજપે બે મહિના પહેલા અમેઠીથી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા હતા. સ્મૃતિ ત્યાં સતત પ્રચાર કરી રહ્યા છે, જ્યારે રાહુલે અમેઠીની એક વખત પણ મુલાકાત લીધી નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસને પણ ડર હતો કે રાહુલને અમેઠીથી જીતવામાં મુશ્કેલી પડી શકે છે.
બીજી તરફ રાયબરેલીમાં દ્રશ્ય અલગ છે. 2019ની મોદી લહેરમાં પણ સોનિયા ગાંધી રાયબરેલીથી જીત્યા હતા. રાયબરેલીમાં 20 વખત ચૂંટણી થઈ છે. જેમાં કોંગ્રેસ 17 વખત જીતી હતી. રાજકીય નિષ્ણાતો કહે છે કે રાહુલ માટે અમેઠી કરતાં રાયબરેલીથી જીતવું સરળ છે. તેથી કોંગ્રેસે તેમને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા છે.
પ્રિયંકાએ ચૂંટણી કેમ ન લડી?
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે પ્રિયંકા હજુ સીધી રીતે રાજકારણમાં આવવા માગતા નથી. તે રાહુલ ગાંધીને સમર્થન આપવા માંગે છે. પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે દરેક વ્યક્તિ માટે ચૂંટણી લડવી યોગ્ય નથી. તે જ સમયે તેના પતિ રોબર્ટ વાડ્રાએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભાજપ દ્વારા પરિવારવાદના આરોપો વચ્ચે પ્રિયંકાએ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો.