જિનિવા ખાતે કાશ્મીર મુદ્દે ભારતનો પાકિસ્તાનને મુંહતોડ જવાબ

ભારત દેશ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ અને ૩૫-એ હટાવવા મુદ્દે જે વૈશ્વિક સ્તર પર છબી ઉદ્ભવિત થઈ છે તેને લઈ પાકિસ્તાન જાણે રઘવાયું થયું હોય તેવું લાગી રહ્યું છે. અનેકવિધ જગ્યા પર પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરના મુદ્દે લોકોમાં વયમનસ્યતા ફેલાવવા મુદ્દે અનેકવિધ વાટાઘાટો કરવામાં આવી રહી છે અને ભારત દેશને જવાબદાર પણ ઠેરવવામાં આવે છે પરંતુ નરેન્દ્ર મોદી આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે પાકિસ્તાનને મુહતોડ જવાબ આપ્યો છે તેના પડઘા વિશ્વ આખામાં પડયા છે. જિનિયા ખાતે યોજાયેલી પરિષદમાં પણ ભારત દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી. ત્યારે અંતમાં પાકિસ્તાનના મંત્રીએ પણ સ્વીકાર્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અવિભાજય અંગ છે. ત્યારે આ બેઠકમાં ભારે પાક.ને જાણે મુહતોડ જવાબ આપ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

ભારત અને પાકિસ્તાન મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNHRC)ના ૪૨માં સત્રમાં આમને-સામને છે. પાકિસ્તાને અહીં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. અહીં જેનેવામાં પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીએ સ્વીકાર્યું છે કે, જમ્મુ-કાશ્મીર રાજ્ય ભારતનો હિસ્સો છે. પાકિસ્તાનના બફાટનો જવાબ આપતા વિજય ઠાકુર સિંઘે કહ્યું હતું કે આખી દુનિયા જાણે છે કે આ કાશ્મીરનું જુઠ્ઠાણું આતંકવાદના ગઢમાંથી ફેલાવવામાં આવી રહ્યું છે.જિનિવામાં પાકિસ્તાને ફરીથી મોટો ફટકો પડ્યો છે. UNHRCની મિટિંગમાં ભારત તરફથી સેક્રેટરી ઇસ્ટ વિજય ઠાકુર સિંહે પાકિસ્તાનને વળતો કડક શબ્દોમાં જવાબ આપીને પાકિસ્તાનની ઝાટકણી કાઢી નાખી છે. ઠાકુરે કહ્યું, પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર જુઠ્ઠું બોલ્યું છે. ભારતે કહ્યું, જમ્મુ કાશ્મીર અમારો આતંરિક મામલો છે, બહારની દખલગીરી અમને મંજુર નથી. કાશ્મીરમાં હાલત સામાન્ય થઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના નિર્ણયને મોટી સંખ્યામાં સમર્થન મળ્યું છે. સંસદમાં લાંબી ચર્ચા બાદ આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવ્યું છે. ભારતે કહ્યું, આતંકવાદ પર નિર્ણય કરીને સખત કાર્યવાહી કરવાનો સમય છે. પાકિસ્તાન પોતાની જમીન પર આવેલા આતંકવાદીઓ સંગઠનો સામે કડક કાર્યવાહી કરે.
ભારતે કહ્યું, માનવાધિકારો પર પાકિસ્તાનના આરોપ બેબૂનિયાદી છે. પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે. પાકિસ્તાન આતંકવાદ પર કડક કાર્યવાહી કરે. કાશ્મીરમાં હાલત સામાન્ય થઇ રહી છે. પ્રતિબંધ ધીમે ધીમે ઘટાડવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ સંચાર સેવાઓ પણ શરુ કરી દેવામાં આવી છે અને ઘણા લોકોને છોડી પણ દેવામાં આવી રહ્યા છે.
NRC મુદ્દા પર બોલતા વિજય સિંઘ ઠાકુરે કહ્યું હતું કે એનઆરસી એક પારદર્શક અને ભેદભાવ રહિત કાયદાકીય પ્રક્રિયા છે જે ભારતની સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ચાલે છે. તેના વિશે જે કંઇ પણ નિર્ણયો લેવામાં આવશે તે ભારતના કાયદા અને લોકતાંત્રિક પરંપરાઓના આધારે લેવામાં આવશે.

પાકના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ માંગણી કરી હતી કે, યુએનએ જમ્મુ-કાશ્મીરમાં ભારતની કાર્યવાહીની તપાસ કરવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું છે કે, ભારત દુનિયાને એવું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, કાશ્મીરમાં જીવન સામાન્ય સ્તર પર આવી ગયું છે. જો આવું થયું છે તો આંતરરાષ્ટ્રીય મીડિયા, સંસ્થાઓ અને એનજીઓને ભારત તેમના રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કેમ નથી જવા દેતા? તેમને કેમ સત્ય વાત જણાવવામાં આવતી નથી. કારણકે તે લોકો જુઠ્ઠુ બોલી રહ્યા છે. એક વાર કર્ફ્યુ પૂરો થશે તો દુનિયાને હકીકત ખબર પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.