ભારતે ફગાવ્યો પાકિસ્તાનનો ડોઝીયર
કાશ્મીર ઉપર માનવ અધિકારનાં નામે જુઠાણું ફેલાવવાનાં પ્રયાસમાં નાપાક પાકિસ્તાને બીજું એવું કૃત્ય આચર્યું છે જેમાં પાકિસ્તાન દ્વારા ગત સપ્તાહમાં આતંકવાદને ટેકો આપવાનો આરોપ લગાવતા ભારતીય અધિકારીઓને ડોઝીયર સોંપ્યા હતા. આ તકે ભારત દેશને શંકા તથા ચિંતા પણ છે કે, પાકિસ્તાનનો આ નાપાક પ્રયાસ ડોઝીયરનો ખોટી રીતે ઉપયોગ અને તેનાં વિરુઘ્ધમાં પ્રચાર કરી શકે તેમ છે ત્યારે ભારતે પણ આતંકવાદને મદદ કરતો ડોઝીયરનો સ્વિકાર કર્યો નથી અને તેને ફગાવી દીધો છે.
કાશ્મીર મુદ્દે વિશ્વભરમાં એક પણ શબ્દનો અવાજ ઉચ્ચારવામાં આવ્યો નથી ત્યારે પાકિસ્તાન બોખલાઈ જતા તેને તેનો અવાજ ડોઝીયર સ્વરૂપે ઉચ્ચાર્યો છે. ઈસ્લામાબાદ હવે ભારત સામે જુઠાણું ફેલાવવાનાં મુદાઓને ડોઝીયરમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમ સરકારી સુત્રોએ પણ તે અંગેની પુષ્ટિ કરી છે. ભારત વિરોધી પ્રચારમાં રોકાયેલા પાકિસ્તાને ગત સપ્તાહમાં પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિઓને ટેકો આપવા માટેનો ડોઝીયર સોંપવામાં આવ્યો છે. પાકિસ્તાને એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારતીય એજન્સીઓ દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી છે. પાકિસ્તાને ભારતને જુઠાણું આપતા કહ્યું છે કે, પાકિસ્તાને ભારતને તેનાં જુઠાણાનું ડોઝીયર સુપરત કર્યું છે.
ભારત વિરુઘ્ધ પાકિસ્તાનનાં ખોટા પ્રચાર અને ભારતને બદનામ કરવાના હિન્ન પ્રયાસનાં ભાગરૂપે પાક. દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે જોકે પાકિસ્તાન દ્વારા આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે કે, આ અંગે કોઈ વાત સ્પષ્ટ થતી નથી. ભારતીય અધિકારીઓનું માનવું છે કે, પાકિસ્તાન દ્વારા સોંપવામાં આવેલા ડોઝીયરનાં કારણો અનેકવિધ હોય શકે છે. આ તકે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનને આડે હાથ લેતા આરોપ લગાવ્યો છે કે, નાપાક પાકિસ્તાન તેના સરહદીય વિસ્તારમાં ૨૩૦ આતંકવાદીઓને ભેગા કરી શરણ આપી છે.