-
આઇટી પાર્કમાં સાયબર સિક્યુરિટી , કલાઉડ સોલ્યુશન સહિતના પરિબળો ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે
-
રાજકોટ આઇટી એસોસિયેશને પ્રથમ વખત આઇટી એક્સેલેન્સ એવોર્ડનું આયોજન કરાયું
-
રાજકોટ સાઇબર ક્રાઈમને ‘બેસ્ટ સર્વિસ ઇન સાઇબરસ્પેસ’ એવોર્ડ એનાયત કરાયો
-
રાજકોટ આઈટી વિભાગના પ્રમુખ તરીકે રોનકભાઈ રૈયાણી અને તેમની ટીમની બિનહરીફ વરણી
અંતે લાંબા સમયબાદ રાજકોટમાં ખાનગી ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક બની રહ્યો છે. જેના માટે રાજકોટ આઇટી એસોસિએશન દ્વારા સરોવર સ્માર્ટ સિટી સામે બે એકર જગ્યામાં નિર્માણ પામશે. રાજકોટમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક બનતાની સાથે જ જાયન્ટ કંપનીઓ અહીં પોતાના યુનિટો સ્થાપિત કરશે અને સહભાગી પણ બની શકે છે. વૈશ્વિક ફલક ઉપર આઇટી માટે વધુને વધુ નાણાં ખર્ચવામાં આવી રહ્યા છે ત્યારે ભારત દેશ પણ ડિજિટલ ક્રાંતિ સર્જવા માટે સજ્જ થયું છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ અને હાલ વૈશ્વિક ફલક ઉપર જે સાયબર સિક્યુરિટી અને ક્લાઉડ સોલ્યુશન માટે જે માંગ વધી છે તેને પણ રાજકોટ આઈટી પાર્ક પૂરું કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ભારતની સૌથી મોટી ટેક જાયન્ટ કંપનીઓ જે સ્થળ ઉપર આઇટી પાર્ક ઉભું થતું હોય તેઓ જોડાતા હોય છે અને વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ કરતા હોય છે. રાજકોટમાં જે આઈ ટી પાર્ક બનવા જઈ રહ્યો છે તેનાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને તેના સારા એવા આશીર્વાદ મળી રહેશે અને વ્યવસાય નો પણ વ્યાપ વધુને વધુ માત્રામાં જોવા મળશે. કોરોનાના કપરા સમયમાં જ્યારે બધા ઉદ્યોગો બંધ પડ્યા હતા ત્યારે એકમાત્ર ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્ર ખૂબ ઝડપ એર વિકસિત થઇ રહ્યું હતું. સ્થિતિને ધ્યાને લઈ હાલ સમગ્ર ભારતમાં આઇટી તરફનો ઝુકાવ વધ્યો છે.
રાજકોટ આઈ ટી એસોસિએશન દ્વારા સર્વ પ્રથમ વખત સૌરાષ્ટ્ર કચ્છના આઈટી પ્રોફેશનલો માટે એવોર્ડ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 17 કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા હતા. આ પ્રસંગે રાજકોટ સાયબર ક્રાઇમ વિભાગ ને પણ એવોર્ડ આપી પ્રોતસાહિત કરવામાં આવ્યા હતા કારણ કે આ વિભાગ દ્વારા પ્રજાના અનેક પ્રશ્નોનું નિવારણ આવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છની 150 જેટલી આઈટી કંપનીના સીઈઓ તથા આઇટી ક્ષેત્રને પ્રોત્સાહન આપતી કોલેજો પણ ઉપસ્થિત રહી હતી. એક્સિલન્સ એવોર્ડની સાથે સાથ ગત ત્રણ વર્ષ માટે જે ટીમ કાર્ય કરી રહી હતી તેને ફરી રીપીટ કરવામાં આવી છે.
રાજકોટ ખાતે આઇટી પાર્ક બનતા જ રોજગારીની વિપુલ તકો ઉભી થશે : રોનક રૈયાણી
રાજકોટમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક બનવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ આઈટી એસોસિએશનના પ્રમુખ રોનકભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે આઇટી પાર્ક ઉભો થતા જ રોજગારીની વિપુલ તકો પણ નિર્માણ પામશે. અને સામે સમગ્ર દેશમાં ટેક્નોલોજી , એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રોજગારી ની તકો પણ ઊભી થઈ રહી છે. રાજકોટમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક ઊભો થતાની સાથે જ રાજકોટ અને સૌરાષ્ટ્રની મહિલાઓ કે જે આ ક્ષેત્રે કાર્ય કરી રહી હોય અથવા તો આ ક્ષેત્રનું જ્ઞાન મેળવ્યું હોય તેમને ખૂબ મોટો આર્થિક ફાયદો થશે. નોકરી આપતી સંસ્થાઓમાં પણ ૫૦ ટકાથી વધુની રોજગારીની તકો આ ચાર ક્ષેત્રમાં જોવા મળી રહી છે.
આગામી પાંચ વર્ષ આઈટી પાર્ક માટે સુવર્ણ કાળ : સ્વધન દેસાઈ
આઈટી એસોસિએશન સાથે જોડાયેલા સ્વધનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક માટે સાબિત થશે અને જેની પાછળ જે રાજકોટ આઇટી એસોસીએશન એ મદદ કરી છે અને જે મહેનત કરી છે તે ખરા અર્થમાં ફળીભૂત થશે. હાલ સરકાર ડિજિટલ ઇકોનોમીને પણ ખૂબ સારી રીતે પ્રોતસાહિત કરી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં દરેક ક્ષેત્રમાં આઈ ટી ની તાતી જરૂરિયાત ઊભી થશે અને તેમાં પણ જ્યારે રાજકોટ ખાતે આઇટી પાર્ક બની રહ્યો છે તે અનેક નવા આયામો સર કરશે.