આજથી 93 દિવસ પહેલા મોરબીના જુલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. આજે પણ તેમના પરિજનોને મૃતકોનો અવાજ સંભળાય છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા. જે મામલે પોલીસે ૯ જણાની અટકાયત કરી હતી ત્યારે આજ રોજ ઓરેવા ગ્રુપના માલિકે શરણાગતિ સ્વીકારી હતી અને કોર્ટ સમક્ષ હાજર થયા હતા.
મોરબીના રાજાશાહી સમયના ઝુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનશનો કોન્ટ્રાકટ નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપને બારોબાર અપાયો હતો. ઝુલતા પુલ બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયો હતો અને પાંચમા દિવસે તુટી પડતા 135 નિર્દોષના મોત નીપજ્યા હતા. આ અંગે પોલીસમાં પિતા-પુત્ર સહિત નવ સામે ગુનો નોંધાયો હતો ત્યારે મુખ્ય આરોપી એવા ઑરેવા ગ્રુપના જયસુખ પટેલ મોરબી ચીફ જ્યુ. મેજી. એમ.જે.ખાનના કોર્ટમાં સરન્ડર કર્યું હતું.