ફ્લાઈંગ શીખના નામે જાણીતા મિલ્ખા સિંહ હવે ભારત માટે નવું નામ નથી. તેમજ તેમનો આ રેકોર્ડ આજદિન સુધી તૂટ્યો નથી. ખાસ વાત એ છેકે ૬૦ વર્ષ પહેલા મિલ્ખા સિંહએ રાષ્ટ્રીય રમતમાં ૪૦૦ મીટરની દોડમાં એક રેકોર્ડ બનાવ્યો હતો, જેને કોઈ પણ તોડી શક્યું ન હતું. પરંતુ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

હવે નવો રેકોર્ડ ભારતના મોહમ્મદ અનસ યાહિયાના નામે થઈ ગયો છે. મોહમ્મદે ૪૦૦ મીટરની દોડ ૪૫.૪૪ સેક્ન્ડમાં પૂર્ણ કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મિલ્ખાએ ૧૯૫૮માં મેલબોર્નમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સની આ દોડ ૪૬.૬ સેકેન્ડમાં પૂરી કરી હતી.

ભારત માટે ખુશી અને ગર્વની વાત એ છેકે આ રેકોર્ડ બનાવનાર પણ એક ભારતીય ખેલાડી અને તેને તોડનાર પણ એક ભારતીય ખેલાડી છે. જ્યારે આટલાં વર્ષ જુનો રેકોર્ડ તૂટ્યો છે, ત્યારે મોહમ્મદ અનસ યાહિયાએ ૪૦૦ મીટર દોડની ફાઈનલમાં પ્રવેશ કરી ભારત માટે વધુ એક મેડલની આશા પણ જગાડી છે અને તે પરાક્રમ કરનાર મોહમ્મદ અનસ બીજા એથલીટ બની ગયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.