• અમરેલીના સુરગપરા ગામે દોઢ વર્ષની બાળકી રમતા રમતા ૫૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી
  • આરોહી નામની દોઢ વર્ષની બાળકી બોરવેલમાં ૫૦ ફૂટ ઊંડે ફસાઈ ૧૭ કલાક બાદ આરોહી જિંદગીનો જંગ હારી

અમરેલી ન્યૂઝ : અમરેલી તાલુકાના સુરગપરા ગામે વાળી વિસ્તારમાં ભનુભાઇ ભીખાભાઈ કકડીયાની વાડીમાં પરપ્રાંતીય મજૂર કરણભાઈ આંમલિયા ભગિયું રાખીને પત્ની અને પુત્રી સાથે ભગીયું રાખીને રહેતા હતા વાવણીનો સમય હોવાના કારણે તેઓ કપાસનું વાવેતર કરી રહ્યા હતા તે સમયે પોતાની દોઢ વર્ષની પુત્રી આરોહી બીજા બાળકો સાથે વાડીએ રમી રહી હતી ત્યારે કોઈ બાળકે બોર વેલ ઉપર ઢાંકેલો પત્થર હટાવી દીધી બાદ દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી બાળકીની ચિચો સંભળાતા માતા પિતા દોડી આવ્યા હતા અને વાડી માલિક ભનુભાઇને વાત કરતા બપોરે ૧૨:૪૫ કલાકની આસ પાસ તુરતજ ૧૦૮ને જાણ થતા ૧૦૮ ટીમ તેમજ અમરેલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.

સૌ પ્રથમ બાળકીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેના માટે ઑક્સિજન પાઇપ ઉતારવામાં આવી હતી અને ત્યાર બાદ આધુનિક કેમેરાની મદદ થી બાળકીના દરેક હલન ચલન ઉપર નજર રાખવામાં આવી રહી હતી સાથે સાથે રજૂલાથી પણ એક રોબોટ ટીમ બોલાવવામાં આવી હતી રોબોટ ની મદદથી બાળકીને બહાર કાઢવાની તમામ કોશિશ નિષ્ફળ થતી જણાય હતી બપોરે ચારેક વાગ્યે બાળકીની મુમેન્ટ બંધ થતી જણાતા તંત્ર પણ ચિંતામાં મુકાય ગયું હતું અંતે સાંજે વડોદરાથી એન.ડી.આર.એફ સ્થળ ઉપર પહોંચી અને મોરચો સંભાળ્યો હતો .

બાળકીને રિસ્ક્યું કરવાની મહા મહેનત કરી હતી તેમ છતાં ૧૭ કલાકની મહા મહેનત બાદ આશરે સવારે ૫ કલાકે બચાવ દળ દ્વારા આખરે બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી પરંતુ સ્થળ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી આખરે માતા પિતાના હાથમાં આરોહીનો મૃતદેહ આવતા માતા પિતાના હૈયા ફાટ રુદન થી સૌકોઈ વાતાવરણમા સન્નાટો પ્રસરી ગયો હતો.

પ્રદિપ ઠાકર 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.