સેકશન-283 મુજબ જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાં માત્ર 200 રૂપિયાનો દંડ વસૂલાશે, પંજાબ ગંભીરતા લેવામાં ફરી ચૂક્યું
અબતક, નવીદિલ્હી
પંજાબમાં જે રીતે વડાપ્રધાન મોદીના કોણવોઈને વીસ મિનિટ સુધી રોકાવું પડ્યું હતું તે ગંભીર ઘટના સમગ્ર ભારતમાં વખોડવામાં આવી રહી છે. એટલું જ નહીં પંજાબ સરકારની બાલિશતા પણ એટલી જ સામે આવી છે જ્યારે આ ઘટના 18 કલાક બાદ ફ્રી ફાયર નોંધાવવામાં આવતાં માત્ર સેકશન-283 મુજબ જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો . પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે એફઆઇઆરમાં વડાપ્રધાન મોદીનું નામ પણ દાખલ કરવામાં આવ્યું ન હતું જે ખરા અર્થમાં પંજાબ સરકારની બાલિશતા સાબિત કરી રહ્યું છે. એટલુંજ નહીં સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ ને તાકીદ કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની જે ટીપટોપ સિક્યુરિટી છે તે અંગેના દરેક રેકોર્ડ સીઝ કરવામાં આવે.
આ તકે પંજાબના ભાજપ સેક્રેટરીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદી સાથે તે ઘટના ઘટી છે તે બાદ આટલો લાંબો સમય એફઆઈઆર દાખલ કરવામાં જે લાગ્યો છે તે સહેજ પણ યોગ્ય નથી પદાર્થ પંજાબ સરકાર દ્વારા ગૃહ વિભાગને જે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અને કહ્યું છે કે આ અંગે ફરિયાદ દાખલ થઇ ચૂકી છે તે પણ યોગ્ય છે ખરા અર્થમાં પંજાબ સરકારે આ પ્રકાશને ગંભીરતા દાખવવામાં આવી છે તેમાં ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ અને તે દિશામાં તપાસ આગળ ધપાવી જોઈએ. હાલ જે ઘટના ઘટી છે તેને ધ્યાને લઇ ગૃહ વિભાગના ત્રણ સભ્યો દ્વારા ઇન્વેસ્ટિગેશન પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં સુધીરકુમાર સક્સેના આ કપાસ માં અહમ ભાગ ભજવશે. સાથોસાથ સુપ્રીમ કોર્ટે આ અંગેની વધુ સુનાવણી સોમવારના રોજ નિર્ધારિત કરી છે સાથોસાથ હરિયાણા અને પંજાબ હાઈકોર્ટ ને પણ તમામ પુરાવાઓ વડાપ્રધાનની સુરક્ષાને લઇ કરવામાં આવેલા હોય તે સિઝ કરવા પણ જણાવાયું છે. કેન્દ્ર સરકારે આ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે આ પ્રકારની ઘટના ને સહેજ પણ સાલવી ન લેવાય અને સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે જવાબદાર છે તેની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવી જોઈએ. સામે પંજાબ સરકારે એવું જણાવતા કહ્યું કે સરકાર પાસે કોઈ એવી વસ્તુ છુપાવવાની નથી આ મુદ્દે તપાસ થઇ રહી છે તે જ આગામી દિવસમાં સાચું શું છે તે બહાર લાવશે. પંજાબના એડવોકેટ જનરલે જણાવતા કહ્યું હતું કે પંજાબના મુખ્યમંત્રી પણ આ મુદ્દે ગંભીરતા સહજ વિચારી રહ્યા છે અને તેઓએ પણ જણાવ્યું છે કે આ ઘટના પાછળ જે કોઈ જવાબદાર હશે તેની જવાબદારી ફીટ કરવામાં આવશે એટલું જ નહીં તેમને દંડ પણ કરાશે સાથોસાથ વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે તપાસમાં પંજાબ રાજ્ય તપાસ કરતી એજન્સીને પૂરતો સાથ અને સહકાર પણ આપશે.