નિર્ભયાકાંડના ચારેય દોષિતો મુકેશ, વિનય, અક્ષય અને પવનને સવા સાત વર્ષ પછી તેમના જધન્ય કુૃત્યની સજા મળી દોષિતોને ફાંસી અપાતા નિર્ભયાના માતાએ આખરે ન્યાય મળ્યાની લાગણી વ્યકત કરીને ફાંસીની સજામાં થતા ખોટા વિલંબને નિવારવા સુપ્રીમ કોર્ટમાં દાદ માંગવાની ઇચ્છા વ્યક્ત કરી
સમગ્ર દેશમાં ભારે ચકચારી અને ખળભળાટ મચાવનારા નિર્ભયા બળાત્કાર અને હત્યા કાંડના ચારે આરોપીઓ અક્ષય ઠાકોર પવન ગુપ્તા વિનય શર્મા અને મુકેશ સિંઘને આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે તિહાર જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા ફાંસીની સજાનો અમલ કાઉન્ટડાઉન સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયમૂર્તિઓની સંયુક્ત ખંડપીઠે બચાવ પક્ષના વકીલે પી સિંહે આ સિંહ ની સજા સામે તેની કરેલી માંગણી ફગાવી દીધા બાદ મોડી રાત્રેથી જ શરૂ થઈ ચૂકી હતી આજે વહેલી સવારે જ્યારે સમાચાર માધ્યમોમાં નિર્ભયા કાંડના ચારેય આરોપીઓની ફાંસીની સજાનો અમલ થયાના અહેવાલો પ્રસારિત થયા ત્યારે સમગ્ર દેશમાં ન્યાયતંત્રમાં દેર છે પણ અંધેર નથી તેવી પ્રતીતિ સાથે આરોપીઓની યોગ્ય સજા મળી હોવાનો સંતોષ વાતાવરણ ઊભું થયું હતું. સાથે જરણાઓના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક સાથે ચારને ફાંસી અપવાનો નોંધાયું છે.નિર્ભયાની નિર્ભયાના પિતાએ જણાવ્યું હતું કે આજનો દિવસ રાષ્ટ્રની તમામ મહિલાઓને સમર્પિત બન્યો છે આજનો દિવસ માત્ર નિર્ભયા નો જ નહીં પરંતુ દેશની તમામ મહિલાઓ નો દિવસ છે આજે દેશના તમામ લોકો સંતોષથી કહી શકે કહી શકશે કે અંતે નિર્ભયાને ન્યાય મળ્યો છે. નિર્ભયાના પિતા બદ્રીનાથ એ જણાવ્યું હતું કે અન્યાય સમગ્ર દેશના નાગરિકોના સંવેદનાનું ન્યાય છે અને તેમણે આ ન્યાય મેળવવા માટે સતત ખડે પગે રહેલા વકીલ નો આભાર માન્યો હતો નિર્ણયાની માતા આશા દેવીએ જણાવ્યું હતું કે હવે પોતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે કે અદાલતમાં એવી માર્ગદર્શિકા બનવી જોઈએ કે જેનાથી આરોપીઓને વિના વિલંબે જલ્દીથી સજા થઈ શકે અને પોતાની પુત્રીના ન્યાય માટે જે યાતના પોતામાને ભોગવી તે બીજા ફરિયાદીઓ ને ન ભોગવવી પડે તે માટે કોર્ટમાં પોતે અરજી કરશે અને ફાંસીની સજા ના અમલની નિશ્ચિત માર્ગદર્શન મળે તે માટે ગઇ લાઇન બનાવવાની માંગ કરશે તેમને વધુમાં જણાવ્યું હતું કે ગંભીર ગુનાના આરોપીઓ ફાંસીની સજા પાછી ઠેલવા માટે જે રીતે કાનુની જોગવાઈઓનો દુરુપયોગ કરીને ન્યાયના અમલ માટે વિલંબ કરવા કાયદાનો સહારો લે છે આ પ્રથા કાયમી ધોરણે બંધ કરવા માટે કાયદાની એવી માર્ગદર્શિકા પોતે માંગ કરશે કે જેનાથી આરોપીઓને સજાથી બચવા ની કોઈ પર યુક્તિ ન મળે મૃતક નિર્ભયાને ન્યાય મેળવવા માં જે વિલમ સહન કરવો પડ્યો તે ભવિષ્યમાં પુનરાવર્તિત ન થાય તે માટે પોતે અદાલતના શરણે જશે.
નિર્ભયાની માતા આશાદેવી એ ફાંસીની સજાના અમલ બાદ માધ્યમોને જણાવ્યું હતું લ સમૂહમાં રહેલા આરોપીઓને દયાની અરજી માટે પક્ષકાર તરીકે એક સાથે જોડવાની વ્યવસ્થા થવી જોઈએ એક એક ને અલગ અલગ અરજી કરવાની જોગવાઈ ચુકાદામાં ભારે વિલંબ કરે છે તમામ આરોપીઓને એકસાથે દયાની અરજી કરવાની પ્રથા દાખલ થવી જોઈએ આશા દેવી જણાવ્યું હતું કે આજે હું ગર્વથી કહી શકે મારી દીકરી પણ મને ગર્વ છે કારણકે લોકો હવે મને બહાદુર નિર્ભયાની માતા તરીકે ઓળખે છે જો આજે તે હયાત હોત તો હું મારી જાતને ડોક્ટરની માતા તરીકે ઓળખાવી શકત પરંતુ આજે હું નિર્ભયાયાની માતા તરીકે ઓળખાય રહીશું આજે મેં એક માતા તરીકે નો ધર્મ પરિપૂર્ણ કર્યો હોવાનો સંતોષ અનુભવું છું ૨૦૧૨ના રોજ વહેલી સવારે સાડા પાંચ વાગ્યે દિલ્હીમાં ચાલુ બસમાં નિર્ભયા પર અત્યાચાર થયો હતો અને ચારેય આરોપીઓએ નિર્ભયાને જઘની ય અપરાધનો શિકાર બનાવી હતી મોડી રાત્રે બચાવ પક્ષના વકીલ અભયસિંહ ની છેલ્લી અરજી અદાલતે ખારીજ કરી હતી અને વહેલી સવારે ફાંસી નો અમલ થાય તે માટેનો રસ્તો ખુલ્લો થયો હતો આરોપીઓના બચાવ પક્ષે છેલ્લી ઘડી સુધી સજા મુલતવી રહે તે માટે કરેલા પ્રયત્નો અંગે કાયદા અને ન્યાય ની તાકાત સામે જુકી પડ્યા હતા
આ ધન્ય કૃત્ય આચરનારા મુકેશ, અધ્પય, વિનય, પવન જેલમાં આપઘાત કરી જે નારા રામસીંગ અને અન્ય એક સગીર આરોપીઓ સહિત છ વ્યક્તિઓએ નિર્ભયા પર દુષ્કર્મ આચરી સવારે કડકડતી ઠંડીમાં ચાલુ બસમાંથી રોડ પર ફેકી ને નિર્ભયાને નિશ્ચિત પણે મોત તરફ ધકેલી દીધી હતી ૨૩ વર્ષની પેરામેડિકલ વિદ્યાર્થીનીને ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ રસ્તા પર મરવા મૂકીદીધી હતી અને ત્યાર પછી કેટલાય દિવસો સુધી નિર્ભયાએ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જંગ ખેલ્યો હતો પરંતુ અંતે તેને મોતને શરણ થવું પડ્યું હતું છેલ્લે સુધી નિર્ભયાએ પોતાના આ હાલ કરનાર આરોપીઓને આકરામાં આકરી સજા થાય તેવી તેની માતા પાસે માંગણી કરી હતી.
આજે વહેલી સવારે વ્યક્તિઓને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યા હતા ત્યારે તિહાર જેલમાં પણ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો આ દેશના ઇતિહાસમાં એક સાથે ચાર વ્યક્તિઓને ફાંસી અપાઈ હોવાનો આ બનાવ ઈતિહાસમાં એક આગવા બનાવ તરીકે નોંધાયો છે.
- ચારેય દોષિતોમાં વિનયની હાલત સતત ખરાબ હતી: સતત રડતો અને માફી માંગતો રહ્યો
૧૬ ડીસેમ્બર ૨૦૧૨ની રાત્રે નિર્ભયા સાથે ક્રૂરતાની ગંદી રમત રમનારા ચારેય આરોપીઓને ફાંસી આપવામાં આવી હતી. સાત વર્ષ બાદ નિર્ભયા અને તેના પરિવારને આજે ન્યાય મળ્યો. દોષિતો માટે ગઇરાત ખૂબ જ ભયંકર હતી અને આ લોકો આખી રાત ઉંઘી શકતા ન હતા અને જેલના કર્મચારીઓને વારંવાર પૂછતા રહ્યા હતા કે કોર્ટ તરફથી કોઇ આદેશ આવ્યો છે કે નહીં. ફાંસી પૂર્વે નિર્ભયાના ચાર દોષિતોમાં એક વિનયની હાલત સૌથી ખરાબ હતી. છેલ્લી ક્ષણોમાં તેણે બચવા માટેના તમામ પ્રયત્નો અજમાવ્યા હતા. જેલ અધિકારીઓના જણાવ્યા મુજબ તે રડતો હતો પગ પકડીને વિનંતી કરતો હતો. ફાંસી પર લઇ હતા ત્યારે ત્યાં હાજર ૧પ અધિકારીઓ જેલ સુપ્રિટેન્ડન્ટ, સુપ્રિટેન્ટેન્ડ: હેડ વોર્ડર અને તામિલનાડુ સ્પેશિયલ પોલીસ ફોર્સ ઓફીસર સહિતની વિનંતી કરતો રહ્યો તેણે એક વખત તેના વકીલને મળવા દેવામાં આવે. વિનયની હાલત સૌથી ખરાબ હતી તે સતત માફી માંગતો હતો. જયારે દોષીઓને ન્હાવા અને કપડા બદલવાનું કહેવામાં આવ્યું ત્યારે દોષી વિનયે કપડા બદલવાનો ઇન્કાર કરી દીધો. તેમજ તે રડવા લાગ્યો અને માફી માંગવા લાગ્યો. ઉપરાંત તેણે ન તો નાસ્તો કર્યો ન તે ચા પીધી જો કે તેની તુલનામાં અન્ય ત્રણ દોષિતો એટલા બેચેન દેખાતા નહોતા. જયારે મુકેશ અને વિનયે રાત્રે ભોજન કર્યુ નહતું. ચારેય દોષિતોએ આખી રાત બેચેનીમાં વિતાવી હતી.