27 ઓકટોબરથી મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ
લોકસભાની સામાન્ય ચુંટણીના આડે હવે છ થી સાત મહિના બાકી રહ્યા છે. ત્યારે ચુંટણી પંચ દ્વારા ચુંટણી લક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આગામી ર7મી ઓકટોબરથી મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ શરુ કરવામાં આવશે મતદાર યાદીની આખરી પ્રસિઘ્ધી પ જાન્યુઆરી 2024 ના રોજ કરવામાં આવશે.
ભારતીય ચૂંટણી પંચની તા.1.1.24ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ફેરફાર થયો છે, જે મુજબ હવે સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ 27 ઓકટોબર-2023ના રોજ કરવામાં આવશે., આ અંગેના હકક દાવા અને વાંધા અરજીઓ 27 ઓકટોબરથી 9 ડીસેમ્બર-2023 સુધી કરી શકાશે, મતદારયાદી અંગેની ખાસ ઝુંબેશ તા. 4 અને 5 નવેમ્બરે તથા 2 અને 3 ડીસેમ્બર-2023ના રોજ યોજાશે, જે અંગેના હકક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ 26 ડીસેમ્બર-2023 સુધીમાં કરવામાં આવશે. તથા આ અદ્યતન મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી કરી આખરી પ્રસિધ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની, ડેટા બેઝ અદ્યતન કરવાની અને પુરવણી યાદીઓ છપાવવાની કામગીરી તા.1.1.24 સુધીમાં કરવામાં આવશે, તથા મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.5.1.24ના રોજ કરવામાં આવશે,