ઈન્જર્ડ સુકાની વિરાટ કોહલી ટીમની બહાર: કુલદિપ યાદવને ટેસ્ટ કેપ: અજીંકયે રહાણેએ સુકાની પદ સંભાળ્યું
હિમાચલપ્રદેશ ક્રિકેટ એસો.ના ધર્મશાળા સ્ટેડિયમ ખાતે આજી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ગાવસ્કર બોર્ડર ટેસ્ટ શ્રેણીના અંતિમ અને ફાઈનલ મેચમાં ઓસી.ના સુકાની સ્મિતે ટોચ જીતી પ્રમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્રીજી ટેસ્ટમાં ઘવાયેલા અને હાલ ખભ્ભાની ઈજા ભોગવી રહેલા ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલી ટીમની બહાર રહ્યો હતો. કોહલીના સને કુલદિપ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમનું સુકાન પદ અજીંકય રહાણેએ સંભાળ્યું છે.
ખાસ બોલરોને યારી આપતી ધર્મશાળાની વિકેટ ઉપર ઓસ્ટ્રેલીયાના સુકાની સ્મિતે ટોસ જીતી પ્રમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસી.નો સ્કોર માત્ર ૧૦ રને પહોંચ્યો ત્યારે ઓપનર રેન્સો અંગત ૧ રને ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. જો કે ઓપનર ડેવીડ વોર્નર અને સુકાની સ્મિતે બાજી સંભાળી લીધી હતી. બન્ને વચ્ચે અણનમ ૪૭ રનની ભાગીદારી નોંધાઈ છે. આ લખાય છે ત્યારે ઓસ્ટ્રેલીયાની ટીમે ૧૨ ઓવરના અંતે એક વિકેટના ભોગે ૫૭ રન બનાવી લીધા છે.
સુકાની વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની બેટીંગનો સંપૂર્ણ દારોમદાર ઓપનર મુરલી વિજય અને સૌરાષ્ટ્રના રનમશીન ચેતેશ્ર્વર પુજારા પર આવી ગયો છે. આ બન્ને ખેલાડીઓ હાલ ફુલ ફોર્મમાં છે. બીજી તરફ છેલ્લા ત્રણ ટેસ્ટમાં બેટીંગમાં ખાસ પ્રદર્શન નહીં કરનાર અજીંકયે રહાણેએ ચોથી ટેસ્ટમાં સુકાની તરીકે ટીમની બેટીંગની જવાબદારી ઉપાડી લેવી પડશે.