વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉ૫સ્થિતિમા ધમાકેદાર ઉદ્ધાટન: શુક્રવારે મુખ્યમંત્રી વિજયભાઇ આપશે હાજરી
ગત વર્ષે સમગ્ર ભારતભરમૉ પહેલા જ વાર ફકત જૈન સમાજના ભાઇ-બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને સમગ્ર જૈન સમાજ દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા બેનમુન આયોજન સમગ્ર જૈન સમાજ દ્વારા જૈનમ ટીમના આયોજનને બિરદાવેલ, ફરી એક વખત જૈનમ ટીમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવા જઇ રહ્યું છે. જેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. માં આદ્યશકિતની આરાધના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી ગુરુવાર થી ૯ દિવસ માટે જૈનમ નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.જેની વિગત આપવા ઉપેન મોદી, અલ્કેશ ગોસલીયા, ચેતન કામદાર, નિલેશ કોઠારી, ભાવેશ અજમેરા, હર્ષદ મહેતા, ઉદય દોશી, ભરત પારેખ, સુકેતુ ભોડીયા, ભરત દોશી, આકાશ ભાલાણી, ધવલ ગાંધી, નિપુણ દોશી, નિલેશ મહેતા અને પરાગ મહેતાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ રાજકોટના રાજમાર્ગ સમા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર પારીજાત પાર્ટી પ્લોટનાં ૪૦ હજાર વારના વિશાળ ગ્રાઉન્ડમાં કોઇ કોમર્શિયલ હેતુ વગર આયોજીત થનાર છે. ગ્રાઉન્ડમાં આર્ષક લાઇટીંગ સાથે મનમોહક સ્ટેજનું પણ નિર્માણ કરાયું છે. રાજકોટ જૈન સમાજના ખેલૈયાઓના હૈયાઓને ડોલાવવા જૈનમ દ્વારા જેબીએલ વર્ટેકસ ૪-વે લાઇનરી, ૧૨૫૦૦ વોટની શાનદાન સીસ્ટમ રાખવામાં આવી છે. આ નવરાત્રી મહોત્સવનું ‘અબતક’ મીડીયામાં લાઇવ પ્રસારણ કરવામાં આવશે. નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર ઉદધાટન એડીશ્નલ કલેકટર હર્ષદ વોરાના હસ્તે કરવામા આવશે. આ પ્રસંગે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષભાઇ મહેતા ઉ૫રાંત ભાજપના મહીલા અગ્રણી અંજલીબેન ‚પાણી, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, મુકેશભાઇ શેઠ, ચંદ્રકાંતભાઇ શેઠ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, માંડવી ચોક દાદાવાડી દેરાસર પ્રમુખ જીતુભાઇ ચા વાળા, સ્થાનકવાસી જૈન મોટા સંઘ પ્રમુખ ઇશ્ર્વરભાઇ દોશી, શાલીભદ્ર સરદાર નગર જૈન સંઘ પ્રમુખ હરેશભાઇ વોરા, પ્રવિણભાઇ કોઠારી, રાજુભાઇ છેડા, ગીરીશભાઇ છેડા,પ્રવિણભાઇ કોઠારી, નીતીનભાઇ ભારદ્વાજ, મનીષભાઇ મડેકા, જસ્મીનભાઇ ધોળકીયા, રાજુભાઇ કેન્ટ્રોલ, નીતીનભાઇ કામદાર, રશ્મીકાંતભાઇ મોદી, વિનોદભાઇ દોશી, જીતુભાઇ બેનાણી, જયેશભાઇ શાહ, છગનભાઇ બુશા, દર્શનભાઇ શાહ, રાજેશભાઇ દફતરી અને રમણભાઇ વરમોરા સહીતના ઉ૫સ્થિત રહેશે.આ નવરાત્રી મહોત્સવમાં શુક્રવારે જૈન અગ્રણી તેમજ મુખ્યમંત્રી વીજભાઇ ‚પાણીની વિશેષ ઉપસ્થિતી રહેશે. ૪૦ હજાર વારના વિશાળ ગ્રાઉન્ડમાં મનમોહક લાઇટીંગ સાથેનું વિશાળ સ્ટેજ, સ્પોન્સર માટે આરામદાયક સોફા, વીઆઇપી ચેર સાથેનો આકર્ષક ગોઝબો, ખેલૈયાઓ માટે વિશાળ ફુડ ઝોન પણ રાખવામાં આવ્યું છે. જોવા માટે સ્ટેડીયમ ટાઇપ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩-૫ હજારથી ખેલૈયાઓએ પોતાના સીઝન પાસનું બુકીંગ કરાવી લીધું છે. આમ કુલ ૪ હજારથી વધુ જૈન સમાજના ખેલૈયાઓ જૈનમ નવરાત્રી મહોત્સવમાં ગરબાના તાલે ઝુમશે. આ કાર્યક્રમમાંથી થનાર આવક શુભ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાશે. આ કાર્યક્રમનો ઉદેશ એક સાથે તમામ જૈનોની એકતા થાય અને પરિવાર સાથે તહેવાર પણ ઉજવાય તેવો છે.પાસ તેમજ વધુ માહીતી માટે જૈનમ મઘ્યસ્થ કાર્યાલય, ડોકટર પ્લાઝા, જયુબીલી ચોક ખાતે જીતુભાઇ કોઠારી મો.નં. ૯૮૨૫૦ ૭૬૩૧૬ અને સુજીત ઉદાણી મો.નં. ૯૮૨૪૬ ૫૦૫૦૧ નો સંપક કરવા જણાવાયું છે.