દ્વારકા જગતમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવને ઉજવવા માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જગતમંદિરને લાઈટથી શણગારવામાં આવશે. તેમજ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જન્માષ્ટમીના તહેરવારને માત્ર પાંચ દિવસ આડા છે ત્યારે કલેકટર દ્વારા જન્માષ્ટમીને અનુંલક્ષી યાત્રિકોને તહેવાર દરમિયાન તક્લીફ્ના પડે તે માટે મિટીંગમાં જેતે લાગતા વળગતા વિભાગો નગરપાલીકા પીજીવીસીએલ આરોગ્ય વિભાગ તેમજ અન્ય જુદા જુદા વિભાગોને જવાબદારીઓ સોપી છે.
તમામ તંત્ર પોત પોતાની જવાબદારીની તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે દ્વારકાધીશ જગતમંદિરને લાઇટીંથી શુશોભીત કરવા તૌયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જગતમંદિર લાઇટીંગના ડેકોરેશનથી જગમગી ઉઠશે. અગામી સાતમ આઠમ નોંમ એમ ત્રણ દિવસ સુધી યાત્રાધામ દ્વારકા ખાતે તહેવાર ઉજવાનાર હોય તેમ ૨૪ ઓગષ્ટના જન્માષ્ટમીનો તહેવાર હોવાથી ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.