ફૂટબોલના ઈતિહાસમાં ભારત પ્રથમ વખત ફિફા અન્ડર-૧૭ વર્લ્ડકપ ફૂટબોલની યજમાની કરી રહ્યું છે. ૬ ઓકટોબરથી ચાલી રહેલો ફિફા અન્ડર-૧૭ ફૂટબોલ વર્લ્ડકપનો મુકાબલો હવે ફાઈનલ સુધી પહોંચી ગયો છે. ૨૩ દિવસોની આ ટૂર્નામેન્ટમાં કુલ ૫૨ મેચોમાંથી અત્યાર સુધી ૫૧ મેચો રમાઈ ચૂકી છે. ટૂર્નામેન્ટમાં સામેલ ૨૪ ટીમોમાંથી ખૂબજ જટીલ અને રોમાંચક મુકાબલાના ત્રણ અઠવાડિયા બાદ હવે માત્ર ઈંગ્લેન્ડ અને સ્પેન જ દોડમાં બચ્યા છે. આજે કલકત્તાના સોલ્ડ લેક સ્ટેડિયમમાં બન્ને ટીમો વચ્ચે ફાઈનલ જંગ રમાશે. અન્ડર-૧૭ ફૂટબોલ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ પ્રથમ વખત પહોંચ્યું છે. રીયાન બ્રુસ્ટરની ઉપરા-ઉપરી બીજી હેટ્રીકના પરિણામે ઈંગ્લેન્ડે ત્રણ વખતની વિશ્ર્વ વિજેતા બ્રાઝીલને ૩-૧થી હરાવ્યું હતું અને ફૂટબોલ વર્લ્ડકપ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા મેળવી હતી. જયારે સ્પેને સેમી ફાઈનલમાં માલીને ૩-૧થી કચડયું હતું. ટૂર્નામેન્ટ દરમિયાન બ્રુસ્ટરે અત્યાર સુધીમાં ૭ ગોલ ફટકાર્યા છે.

આ પાંચ દમદાર સ્પેનીસ ખેલાડી પર સૌની નજર

અબેલ રુઈઝ (સ્ટ્રાઈકર) અબેલ રુઈઝને સ્પેનની અન્ડર-૧૭ ટીમમાં સૌથી ઝડપી ખેલાડી માનવામાં આવે છે. હાલ તે બાર્સીલોના-બી ટીમ તરફથી પણ કરાર બધ્ધ છે. તે વર્ષ ૨૦૧૯ સુધી આ ટીમ સાથે રહેશે. તેને આ ફૂટબોલ વર્લ્ડકપ બાદ સીનીયર ટીમમાં જગ્યા મળે તેવી આશા સેવાઈ રહી છે. ચેલ્સી અને મનચેસ્ટર સીટી જેવા યુરોપીયન કલબ પણ અબેલ રુઈઝને પોતાની ટીમમાં સમાવવા તલપાપડ છે. તેણે અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટ દરમિયાન છ ગોલ ફટકાર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.