દેશની વર્તમાન દશા અને એક કલાકારના સંપૂર્ણ જીવનને પ્રદર્શન કરતા બે એકાંકી નાટકો કુંજકલા કેન્દ્ર દ્વારા પ્રસ્તુત થયા
‘જવાની જહા હોતી હે વહા મેલા લગ જાતા હે, બુઢાપે કે મેલે મે દિલ અકેલા હો જાતા હૈ’ હેમુગઢવી હોલમાં સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ તથા કુંજકલા કેન્દ્ર દ્વારા યોજાયેલ એકાંકી નાટકે દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. યોગેશ મહેતા, લીખીત “આખરી રંગ અને શુભમ અંતાણી લીખીત “કિસ્સા કબ્ર કા એકાંકી નાટક ભજવાયા હતા જે દર્શકોએ ઉત્સાહભેર માણ્યા હતા.જીંદગીના ત્રણ તબક્કાઓ બાળપણ, જવાની અને બુઢાપો, નાટકમાં રામુચાચા પોતાના જીવનમાં કરેલા સંઘર્ષની ગાથા વર્ણવે છે. જેમાં તેને જીવનમાં મહાન કલાકાર બનવા માટે અનેક સમજુતી કરી હોય છે. બચપણમાં માત્ર કોઈના હુકમો સાંભળી તેનું પાલન કરવું. બાળકને શું જોઈએ તે કોઈ ક્યારેય પુછતું નથી તો જવાનીમાં પ્રેયસી સાથે લગ્ન ન કરવાનું કારણ માત્ર કલાકાર બનવાનું હોય છે. બુઢાપામાં તે સિધ્ધાંતોને વળગી રહેલ એકલતાનું જીવન પસાર કરે છે.જીવનમાં તારું કોઈ ન બન્યું અને ના તુ કોઈનો બન્યો. એવા ડાયલોગ સાંભળી દર્શકોને પોતાની જીંદગીના તબક્કાઓ યાદ અપાવી હતી. જીવનમાં મહાન બનવા માટે લોકો અનેક લોકોને છોડી દે છે તે નાટકમાં દર્શાવ્યું હતું. જયારે અન્ય નાટક “કિસ્સા કબ્ર કામાં લોકશાહી દેશમાં વર્તમાન પરિસ્થિતિમાં નાગરીકની વ્યથાને નાટકમાં કલાકારોએ ભજવી હતી. તમામ દર્શકોએ ઉત્સાહભેર નાટક નિહાળ્યું હતું.