૧પ૦ થી વધુ કાર્યકર્તાઓની ટીમ રાત-દિન કરી રહી છે મહેનત
જરૂરીયાત મંદ પરિવારની રર દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ આગામી તા. ૨૯ અને ૩૦ ડિસેમ્બરના રોજ વ્હાલુડીના વિવાહ અંતર્ગત રાજકોટના આંગણે યોજનાર છે. ત્યારે ‘દિકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમની ટીમ છેલ્લા ત્રણ મહિનાથી શુભ અવસરને અવિસ્મરણીય બનાવવા ઉમંગભેર જોડાઇ છે જેના માટે છેલ્લા ૪ માસથી ૧પ૦થી વધુ કાર્યકર્તાઓની ટીમ રાત-દિવસ મહેનત કરી રહી છે. જેની એક મીટીંગનું આયોજન સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ તકે ‘દિકરાનું ઘર’ઢોલરાના મેનેજીંગ ટ્રસ્ટી અનુપમભાઇ દોશીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતિ રૂક્ષ્મણીબેન દિપચંદભાઇ ગાર્ડી દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલ રર દિકરીઓના જાજરમાન સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્ન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦૦ થી વધુ કાર્યકર્તાઓ ઉ૫સ્થ્તિ રહ્યા હતા. ૪૦ થી વધુ બહેનોએ પણ આમાં ભાગ લીધો હતો. કાર્યકર્તાઓમાં તો ઉત્સાહ છે જ પરંતુ સમાજ તરફથી પણ એટલો જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેઓનો સહકાર પણ ખુબ જ મળી રહ્યો છે. આ અવસરે સંસ્થા દ્વારા નાનામા નાની બાબતોનું વ્યવસ્થિત પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે.
આ મીટીંગમાં ઉ૫સ્થિત મહિલા કાર્યકર્તા ડો. ભાવનાબેન મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે અમે બધા જ કાર્યકર્તાઓની મીટીંગ ગોઠવી છે. જેમાં ૩૦૦ કાર્યકર્તા ઉ૫સ્થિત છે. લગ્નની બધી જ તૈયારીઓ થઇ ગઇ છે. આજે પૂર્વ તૈયારીના ભાગરુપે અમે બધી જ તૈયારીઓ ને આખરી ઓપ આપી રહ્યા છીએ. કંઇ કામ સોંપવાનું હોય તો તેને લઇને બધા જ કાર્યકર્તાઓ ભેગા થયાં છે. લગ્નમાં માંડવામાં દિકરીની એન્ટ્રી થાય ત્યાંથી લઇને તેમની વિદાય સુધીની તમામ તૈયારીઓ પુર્ણતાના આરે છે. દિકરીઓનું ગૌરવ જળવાય તેમજ માન સન્માન જળવાય તે રીતે બધી તૈયારી કરી છે. છેલ્લા ચાર માસથી ૧પ૦થી વધુ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે