આ પુરસ્કાર વિશ્વમાં ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠત પુરસ્કાર છે.
આ પુરસ્કાર નેશનલ એકેડમી ઓફ મોશન પિક્ચર્સ, આટ્સ એન્ડ સાયન્સ, (U.S.A. ) દ્વારા આપવામાં આવે છે.તે ૧૯૨૯થી આપવામાં આવે છે.
આ પુરસ્કારનું અધિકૃત નામ ‘એકેડમી એવોર્ડ ઓફ મેરિટ’ છે.:
દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હોલિવૂડના કોડક થીયેટરમાં પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
પુરસ્કાર રુપે કાળી ધાતુની એક મૂર્તિ આપવામાં આવે છે જે સોનાની પરત ચઢાવીને બનાવેલી હોય છે.
મહેબૂબખાનની ‘મધર ઇન્ડિયા’ ફિલ્મે ૧૯૫૭-૫૮માં નામાંકન મળ્યું હતું. જે સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ શ્રેણીમાં નામાંકન નાર પ્રથમ ભારતીય ફિલ્મ હતી.
આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ભાનુ ઐથેયા છે. જેને ગાંધી ફિલ્મમાં રિચાર્ડ એટનબરોના કોસ્ચ્યૂમ ડિઝાઇનિંગ પુરસ્કાર મળ્યો હતો.
૧૯૯૨માં સત્યજીત રેને ઓસ્કારનો લાઇફ ટાઇમ એવોર્ડ એનાયત કરયો હતો.
૨૦૦૮માં એ.આર. રહેમાન, ગુલઝાર અને રસૂલ પુકુટ્ટીને સંગીત માટે (સ્લમડોગ મિલિયોનેર) મળ્યો હતો.
જ્યોર્જ બનાર્ડ શો એકમાત્ર વ્યક્તિ કે જેમને નોબલ પુરસ્કાર (૧૯૨૫) અને ઓસ્કાર એવોર્ડ (૧૯૩૮) મળ્યા છે.