કાંધલ જાડેજા અને સામત ગોગન સહિત સાતની ધરપકડ
અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદર જિલ્લાનાં રાણાવાવ પોલીસ મથકમાં બે લોક સેવકનાં જૂથ વચ્ચે ઝપાઝપી થયાના સમાચાર વાયુવેગે પ્રસરતા સામાજીક અને રાજકીય ક્ષેત્રે સન્નાટો વ્યાપી ગયો છે.
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને રાણાવાવ નગરપાલીકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન વચ્ચે ચૂંટણીના મનદુ:ખમાં થયેલી બોલાચાલીમાં બંને જૂથ આમને સામને આવી ગયું હતુ. જેમાં સામત ગોગન સહિત શખ્સો રાણાવાવ પોલીસમાં ઘસી જતા જયાં કાંધલ જાડેજા અને તેના માણસો પોલીસ મથકમાં બઘડાટી બોલાવી હતી. જેમાં પોલીસે બંને પક્ષના ૧૦થી વધુ શખ્સોની ધરપકડ કરી હતી.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા રાણાવાવ બેઠક પરથી એન.સી.પી.નાં ઉમેદવાર કાંધલ જાડેજાએ ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે અપક્ષ તરીકે કુતિયાણાનગર પાલીકાના પૂર્વ પ્રમુખ સામત ગોગનએ ફોર્મ ભર્યું હતુ જેનો ખાર રાખી ગૂ‚વારે સામત ગોગન ઉપર કાંધલ જાડેજા અને તેનો ભાઈ કરણ અને કાના જાડેજા સહિત સાતથી આઠ શખ્સોએ હુમલો કરતા સામા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ભયભીત થયેલા સામત ગોગન પોલીસ મથકમાં દોડી ગયો હતો.
ધારાસભ્ય કાંધલ જાડેજા અને તેના બે ભાઈ સહિત ૧૦ શખ્સો પોલીસ મથકે દોડી જઈ સામત ગોગન અને તેના જુથનાં શખ્સો વચ્ચે પોલીસ મથકમાં ફિલ્મી સ્ટાઈલના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પીએસઓ ઘાયલ થયા હતા અને તોડફોડ કરવામાં આવી હતી.
આ બનાવની જાણ જિલ્લા પોલીસ વડા શોભા ભૂતડાને થતા નાશી છૂટેલા કાંધલ જાડેજા અને સામત ગોગનને ઝડપી લેવા જિલ્લાભરમાં નાકાબંધી કરી શોભા ભૂતડા રાણાવાવ ખાતે દોડી જઈ કોઈ અનિચ્છનીયબનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાંધલ જાડેજા અને સામત ગોગન મળી બંને પક્ષના સાતથી વધુ શખ્સોની અટકાયત કરી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
જયારે કાંધલ જાડેજાના ભાઈ કરણ અને કાનાને ઝડપી લેવા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે. રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડિયનને થતા દોડી જઈ કાંધલની પૂછપરછ હાથ ધરી છે.