બોલિવૂડમાં થોડા વર્ષો થયા બાયોપીક ફિલ્મો બનવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. એમાં આપણે એવા ઘણા લોકો વિશે જાણવા મળ્યું જે આપડા દેશમાટે કુરબાન થયા, પોતાની મેહનતથી વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું અને આ સાથે પોતાની ઝીંદગીથી લોકો ને પ્રેરણા આપી શકે તેવી ઘણી ફિલ્મો બની. જેમાં રાઝી, ગાઝી એટેક, મેરી કોમ, સંજુ, જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થઈ શકે.
26/11નો હુમલો કોઈ ભૂલી શકે એમ નથી. એ હુમલામાં જેટલા લોકો શહીદ થયા તેની કુરબાની દેશ હંમેશા યાદ રાખશે. આવ જ એક વીર જવાન મેજર સંદીપ ઉન્નકૃષ્ણનની ઝીંદગી પર બનેલી ફિલ્મ ‘મેજર’નું ટીઝર ગઈ કાલે રિલીઝ થયું. આ ટીઝર પરથી આપણે અંદાજો લગાવી શકીયે કે, ફિલ્મમાં સંદીપની બાળપણથી લઈ 26/11ના હુમલામાં બહાદુરીથી લડીને શહીદ થયા તે આખી કહાની હશે.
મેજર સંદીપ ઉન્નકૃષ્ણનની ઝીંદગી પર નઝર નાખીયે તો, સંદીપનો જન્મ બેંગલુરુમાં એક મલયાલી પરિવારમાં થયો હતો. તેના માતા-પિતા ઇસરોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્ય કરતા હતા. સંદીપ નાનપણથી જ સેનામાં જવા માંગતો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી, તેને 1999 માં સંદીપ આર્મીમાં લેફ્ટનન્ટ પદ પર ભરતી થયો. ભરતીના થોડા સમય પછી, સંદીપે કારગિલ યુદ્ધમાં જબરદસ્ત કૌશલ્ય બતાવ્યું. આ યુદ્ધ પછીના કેટલાક વર્ષો, તેમને કેપ્ટન અને મેજરનો પદ આપવામાં આવ્યા. સંદીપે કાશ્મીર, ગુજરાત અને સિયાચીન જેવા સ્થળોએ પણ કેટલાક વર્ષો ફરજ બજાવી. આ પછી સંદીપની પસંદગી નેશનલ સિક્યુરિટી ગાર્ડ ફોર્સમાં કરવામાં આવી હતી. થોડા દિવસો પછી, તે 51 SAGમાં પ્રશિક્ષણ અધિકારી તરીકે જોડાયો. 26/11 ના રોજ મેજર સંદીપ 51 SAG ટીમનો કમાન્ડર હતો. જ્યાં તેણે પોતાની ટીમને જોખમમાં ન મૂકતાં એકલા હાથે ચાર આતંકીઓની ઠાર માર્યા હતા. તેની બહાદુરીનો અંદાજ તેના છેલ્લા શબ્દો પરથી મેળવી શકાય છે જે ‘મેજર’ ના ટીઝરમાં પણ સંભળાય છે.
“Do not come up, I will handle them”
‘મેજર’ 2 જુલાઈએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી અને મલયાલમ ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવશે.