૯૦ વર્ષી ‘બાસુદા’નામથી જાણિતા હતા, તેઓએ રજનીગંધા, છોટી સી બાત, ખટ્ટામીઠા અને સારા આકા જેવી ફિલ્મો ડિરેકટર કરી હતી
૧૦ જાન્યુઆરી ૧૯૩૦માં રાજસ્થાનના અજમેરમાં જન્મેલા બાસુ ચેટર્જીએ કારકીર્દીની શરૂઆત કાર્ટુનિસ્ટ તરીકેથી કરી હતી. આજે ૯૦ વર્ષની વયે મુંબઇમાં નિધન થયું છે. તેમની ફિલ્મો મઘ્યમ વર્ગને ટચ કરતી અને હાસ્ય સાથે હ્રદયસ્પર્શી ફિલ્મો બનાવી હતી તેઓ બોલીવુડમાં ‘બાસુદા’ નામથી જાણિતા હતા.
પ્રારંભે કાર્ટુનિસ્તનું કાર્ય કર્યા બાદ ૧૯૬૬માં ‘તિસરી કસમ’ ફિલ્મમાં ખ્યાતનામ ડિરેકટર બાસુ ભટ્ટાચાર્યના આસિસ્ટન્ટ તરીકે કામ કયુૃ હતું. આ ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
પ્રારંભે સહાયક દિગ્દર્શક બાદ ઉલપાર, પિયાકા ઘર, છોટી સી બાત, ચિત્તચોર, રજની ગંધા, સ્વામી, ખટ્ટા મીઠા, બાતો બાતો મેં, શૌકિન, પ્રિયાત્મા અને એક કાહુઆ ફેંસલા જેવી શ્રેષ્ઠ ફિલ્મો ડિરેકટ કરી હતી.
બાસુ ચેટર્જીએ માત્ર હિન્દી ફિલ્મો નહી બંગાળી ફિલ્મો પણ ડિરેકટર કરી હતી. આ ઉપરાંત ‘વ્યામપેશ બક્ષી’તથા રજની જેવી દૂરદર્શનની ધારાવાહિત પણ ડિરેકટ કરી હતી. બાસુ ચેટરર્જીને બે પુત્રીઓ સોનાલી ભટ્ટાચાર્ય તથા પાલીગૃહા છે. તેમાંય પાલી પિતાના પગલે ૨૦૦૯માં ફિલ્મ ‘આમ રસ’ થી દિગ્દર્શક તરીકે શઆતકરીહતી. ‘બાસુદા’ની ફિલ્મ મંઝીલ લોકલ ઓફીસ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૨માં ‘દુર્ગા’ માટે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ, ૧૯૯૧માં ‘કમાલા કી મોત’ને સ્ક્રીનપ્લેનો એવોર્ડ તથા ૧૯૮૦માં ‘જીના યર્હા’ ફિલ્મને બેસ્ટ ક્રિટીકલ એવોર્ડ મળેલ હતો. આ ઉપરાંત ૧૯૭૨ થી ૧૯૭૮ વચ્ચે લગભગ દશ વર્ષે તેમની ફિલ્મોને એવોર્ડ મળ્યા હતા.