ઘણા લાંબા સમયથી રાહ જોતાં ફિલ્મ અવેન્જર્સ ઈન્ફિનીટી વૉર કાલે થશે રીલીઝ. આ અંગે દર્શકોમાં ખુબજ આનંદો અને ઉત્સુક્તા જોવા મળી રહી છે. જો આપને આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ખુબજ ખર્ચાળ બની છે અને આ ફિલ્મ બનાવતા અત્યાર સુધીનો આકડો સાંભળીને તમે ચોકી જશો.. જી હા…. આ ફિલ્મ બનાવવા પાછળ 2000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને તેના થી પણ વિશેષ વાત એ છે કે આ ફિલ રીલીઝ થવાની ત્યારે તમામ સિનેમાઘરમાં હાઉસ ફૂલના પાટિયા લાગ્યાં. તમને જણાવી દઈએ કે, એક જ દિવસમાં અવેન્જર્સ ઈન્ફિનીટી વૉર ફિલ્મની 50 હજાર ટિકિટ બૂક થાય ગય છે. આ ફિલ્મ કાલે ઇંગ્લિશ, હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં રીલીઝ થવાની છે.
આ ઉપરાંત આ ફિલ્મના તમામ એક્ટર્સોને ભરપૂર ફિસ આપવામાં આવી છે જો આપણે આ ફિસની વાત કરીએ તો ફિલ્મ અવેન્જર્સ ઈન્ફિનીટી વૉરમાં પાંચમી વખત આયર્ન મેનનો કિરદાર માટે રોબર્ટ ડોની જૂનિયરે 405 કરોડ એટલે કે 60 મિલિયન ડૉલર ફી લીધી છે. સ્કારલેટ જ્હોન્સને 20 મિલિયન એટલે કે 134 કરોડ રૂપિયા, ક્રિસ ઈવાન્સે 8 મિલિયન એટલે કે 54 કરોડ, જેરમી રેનરે 6 મિલિયન એટલે કે 40 કરોડ રૂપિયા, ક્રિસ હેમ્સવર્થ 8 મિલિયન એટલે કે 54 કરોડ બાકીના કલાકારોએ 20 કરોડ ફી લીધી છે.
જુઓ ફિલ્મ અવેન્જર્સ ઈન્ફિનીટી વૉરનું ટ્રેલર…