એફ.એમ. રેડિયો પ્રિઝનમાં કેદીઓ પોતાનું ટેલેન્ટ કૌશલ્ય રજુ કરશે: હાલ એફ.એમ. રેડિયો પ્રિઝન જેલ પૂરતુ જ સીમીત
રાજકોટ મઘ્યસ્થ જેલના કેદીઓ માનસિક તણાવથી દૂર રહે અને તેમને જેલમાં મનોરંજન મેળવી શકે તે માટે રાજકોટ મઘ્યસ્થ જેલ ખાતે એફ.એમ. રેડિયો પ્રિઝનની આજરોજ રાજયના જેલ મહાનિર્દેશક ડો. કે.એલ. એન. રાવ સાહેબના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રેડિયો પ્રીઝન થકી કેદીઓમાં રહેલ ટેલેન્ટ અને કલા કૌશલ્ય બહાર આવશે. અને હાલ રેડિયો પ્રિઝન જેલ પૂરતું જ સિમિત રહેશે. કેદીઓ દ્વારા પોતાનું કૌશલ્પ ટેલેન્ટ પ્રસ્તુત કરવામાં આવશે. અને બીજા કેદિઓને પણ મનોરંજન પૂરુ પાડવામાં આવશે. આ રેડિયો પ્રીઝન અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ થકી પ્રવચનો અને મોટીવેશનલ પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવનાર છે. અગાઉ અમદાવાદ ખાતે રેડિયો પ્રિઝનની શરુઆત કરવામાં આવી હતી. આજે રાજકોટ મઘ્યસ્થ જેલ ખાતે કરવામાં આવી હતી.
અબતક દ્વારા રાજયના જેલ મહાનિર્દેશક ડો. કે. એલ.એન. રાવ સાહેબને કેદિઓના ઉત્થાનને લઇને પ્રોજેકટ આપેલો તેમાં રાવ સાહેબ તથા જેલ સુપ્રિડેન્ટ બન્નો જોશી દ્વારા હુકારાત્મક વલણ દાખવવામાં આવેલ છે. તેઓએ અબતક સાથે જોડાવવાની તત્પરતા બતાવી છે. આવતા દિવસોમાં અબતક દ્વારા ચેનલ, પેપર, ડિઝિટલમાં કેદિઓને ઘ્યાનમાં લઇ અલગ અલગ કાર્યક્રમોની હારમાળા સર્જશે.
તંત્ર દ્વારા હંમેશ કેદીઓના ઉત્થાનની કામગીરી કરવામાં આવે: મહેશ દવે (કેદી)
રાજકોટ મધ્યસ્થ જેલમાં હું છેલ્લા આઠ વર્ષથી છે. હાલમાં અહીં હું લાયબ્રેરીમાં કામ કરી રહ્યો છું. જેલ દ્વારા કેદીઓના ઉત્થાન માટેની કામગીરી અવિરત કરવામાં આવી રહી છે. આજરોજ રાજકોટ મધ્યસ્થ જેલમાં રેડિયો પ્રિસનની શરૂઆત કરવામાં આવી છે. રેડિયો પ્રિસનની શરૂઆતથી આગામી દિવસોમાં કેદીઓ માટે સુવર્ણ તકનું સર્જન થશે. ભવિષ્યમાં પણ જયારે કેદીઓ સજા પૂર્ણ કરી બહાર નીકળશે ત્યારે તેઓને જીવનનિર્વાહ સરળ બને ઉપરાંત તેઓ પર લાગેલ ડાઘ નિકળી શકે તે માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. રેડિયોના માધ્યમથી પ્રભાતિયા, ભજનો, મિમિક્રી સહિતની રજુઆતો કેદીઓ દ્વારા કરવામાં આવશે. સમયાંતરે અલગ-અલગ સેલિબ્રિટી પણ મુલાકાત લેશે અને તાલીમ પણ આપશે. તંત્રના આ પ્રયાસથી અમને ઘણો લાભ થશે. આ માટે અમે રાજયના જેલ વિભાગનાં અધિક મહાનિર્દેશક ડો.કે.એલ.એન.રાવ અને રાજકોટ જેલ સુપ્રીટેન્ડેન્ટ બન્નો જોષી સહિતનાનો આભાર વ્યકત કરીએ છીએ.
રાજકોટ જેલની વધુ એક પહેલ: ‘ફીલ ધ જેલ’ જેલમાં રહીને જાતે જ ‘અનુભવ’ કરો
રાજકોટ: શહેરની જિલ્લા જેલ કેદીઓ તથા સમાજ માટે કંઈ નવું કરે છે તેમાં વધુ એક પહેલ આગામી દિવસોમાં થવાની છે. જેલમાં રહીને અનુભવ કરવાની લોકોને તક મળશે અને તે પણ વગર ગુનો કર્યે. રાજ્યના જેલ વિભાગના અધિક મહા નિર્દેશક ડો.કે.એલ.એન.રાવે જણાવ્યું રેડીઓ પ્રિસન રાજકોટ લાઈવ શરૂ કરવામાં આવ્યું છે જેનો મુખ્ય હેતુ એ છે કે જે કેદી ભાઈઓ જેલમાં છે તેઓને પણ આવતા દિવસોમાં સુવર્ણ તક મળી રહે. રેડિયોમાં કેદીઓને તક મળે તે માટે આ રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત આવતા દિવસોમાં દરેક સેલિબ્રિટી આ રેડિયો સ્ટેશનની મુલાકાત લેશે. જેલના દરેક કેદીઓ માટે હંમેશા નવતર પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. સમાજના લોકોમાં ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે કે જેલમાં શું થતું હશે. ત્યારે આગામી દિવસો માં ફિલ ધ જેલ શરૂ કરવામાં આવશે . જેમાં સામાન્ય લોકો પણ એક દિવસ જેલમાં રહી જેલની જીવનશૈલીને નજીકતાથી અનુભવી શકે તેવું આયોજન છે.