મોરબી જિલ્લાથવા છતા મોરબીમાં જિલ્લા જેવી સુવિધાનો મોટાભાગે અભાવ હોય તેમ મતદાર પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે ત્યારે લોકસભા ૨૦૧૯ની ચૂંટણી ના મોટાભાગના ઉમેદવારો જાહેર થઈ ગયા છે છતાં મોરબી શહેરના મુખ્ય નદી એવી મચ્છુ નદીમાં લીલી વેલ નું વાવેતર થઇ ગયું હોય છતાં તંત્ર અને પ્રજાલક્ષી કાર્ય કરવામાં રસ ના હોય તેવો ચિતાર સમગ્ર મોરબી શહેર તેમજ જિલ્લામાં જોવા મળી રહ્યો છે મોરબીની મચ્છુ નદી એટલે મોરબી શહેરની આન બાન શાન કહેવાય છે જે મોટાભાગે જિલ્લા કક્ષાના અધિકારીઓ જિલ્લા કક્ષાની કચેરીએ જવામાટે મયુરબ્રિઝ ઉપરથી નજારો જોતા પસાર થતા હોય છે તે નદીની આસપાસ લીલી વેલ નું લીલુંછમ વાવેતર થઇ ગયું છે છતાં તે વાવેતર સાફ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયુ હોય તે રીતે હાલ મોરબી શહેર જિલ્લાની મચ્છુ નદી લીલી છમ વેલની ચાદર ઓઢેલી નજરે પડે છે અત્રે નોંધનીય છે કે આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે.
છતાં તકવાદી નેતાઓ વિકાસ વિકાસની વાતો કરી સસ્તી પ્રસિદ્ધિ ઓ કાઢી રહ્યા છે આ અંગે લોકમુખે એવું પણ ચર્ચાય છે કે આ નદીને સાફ કરવા માટે મોટા રકમની કોન્ટ્રાક્ટ ની ફાળવણી કરવામાં આવી હતી છતાં આજ દિવસસુધી સમસ્યા એના એજ રહી છે એક તરફ ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ આ લીલી વેલ થી લોકો પરેશાન છે આ અંગે જિલ્લા કલેકટર થી માંડી મોરબી માળિયા મતવિસ્તારના ધારાસભ્ય પણ જાણે છે છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં જાણે કોઈને રસ ના હોય તેઓ ચિતાર નજરે પડી રહ્યો છે