વાસ્તવિક રીતે ઉનાળામાં આંખોની પાંપણોને બ્લેક ઉપરાંતના પણ જુદા-જુદા રંગોી રંગવાનો મેકઅપ-ટ્રેન્ડ બહુ જ પોપ્યુલર છે. સ્કિન-ટોન અને આંખોના પ્રકાર પ્રમાણે કયા રંગનું મસ્કરા ચાલે એ વિશે વિસ્તારી જાણીએ આજે
મેકઅપ-ઍક્સેસરીઝમાં હંમેશી રંગોનો દબદબો રહ્યો છે. જોકે એમાં આઇલેશિઝ એટલે કે આંખની ભમ્મરોને ડાર્ક કરવા માટે બ્લેક કલરની મોનોપોલી રહી છે. જોકે હવે આ સિનારિયો પણ બદલાયો છે. માત્ર ફન્કી કે ડિસ્કો લુક પૂરતો નહીં પણ સામાન્ય લુકમાં પણ કલરફુલ આઇલેશિઝ કરવાનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક અરસામાં પોપ્યુલરિટી મેળવી રહ્યો છે. તમારી આંખોના આકાર, કીકીના રંગ પ્રમાણે કેવા રંગનું મસ્કરા તમને સારું લાગશે એના વિશે આજે વાત કરીએ.
રંગોનું વૈવિધ્ય
ીની સુંદરતામાં આંખોનું વિશેષ મહત્વ હોય છે. અત્યાર સુધી આઇલાઇનર અને આઇ- શેડોમાં વિવિધ રંગોની બોલબાલા હતી. હવે એ જ સિનારિયો આઇલેશિઝમાં પણ જોવા મળી રહ્યો છે. આંખોને બ્યુટિફુલ, બોલ્ડ અને પ્રમાણમાં મોટી દેખાડવા માટે રેડ, યલો, ગ્રીન, બ્લુ, પર્પલ જેવા મસ્કરાઓ ખૂબ આકર્ષક લુક આપે છે. જોકે એની પસંદગી કરતાં પહેલાં તમારો સ્કિન-ટોન અને આંખોની કીકી એમ બન્નેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
ગોલ્ડન
પાર્ટી-ઍનિમલ હોય એના માટે બ્રાઉન મસ્કરા એક અનિવાર્ય ઍક્સેસરીની જગ્યાએ છે. નાઇટ-પાર્ટીમાં બધામાં અલગ તરી આવવા માગતા હો તો બીજા એકેય શેડના મસ્કરામાં ઊંડા ઊતર્યા વિના ગોલ્ડન કલરના મસ્કરાને અપનાવી લો. દરેક પ્રકારની આંખોની રંગત વધારવામાં એનો જોટો જડે એમ ની. સામાન્ય દિવસોમાં કલરફુલ મસ્કરાનો ઉપયોગ કરીને ન્યુ લુકનું સાહસ ન ઉપાડવા માગતા હો તો પણ પાર્ટીમાં તો આ મસ્કરા કરીને તમે તમારી શોભા વધારવાનું જ કામ કરશો એમાં શંકાને સન ની.
બ્રાઉન
જે યુવતીઓ થોડી શરમાળ છે, મેકઅપમાં અખતરા કરતી વખતે ખચકાતી હોય કે અચાનક પોતાનો દેખાવ બદલવાની બાબતમાં મૂંઝાતી હોય તેમણે પોતાનો સંકોચ દૂર કરવા માટે સૌી પહેલાં બ્રાઉન મસ્કરાનો ઉપયોગ કરવો જોઈએ. એનાી તમારો લુક બહુ વધુ ચેન્જ નહીં ાય, પણ સહેજ આવેલું પરિવર્તન નજર બહાર પણ નહીં રહે. સૌમ્ય અને નેચરલ લુક માટે આ મસ્કરા બહુ મહત્વપૂર્ણ છે. ફેર કોમ્પ્લેક્શન ધરાવતી યુવતીઓ પર આ સરસ દેખાશે અને આંખોની કીકી બ્રાઉનિશ હોય તેના પર પણ દીપી ઊઠશે.
બ્લુ
થીડીક રાખોડી રંગની કીકી ધરાવતી યુવતીઓ પર બ્લુ રંગની મસ્કરા ખૂબ સુંદર લાગે છે. બ્લુમાં પણ રોયલ બ્લુ, નેવી બ્લુ, સી બ્લુ, ટકોરઇઝ બ્લુ એમ ઘણા શેડ્સ અવેલેબલ છે. મજાની વાત તો એ છે કે માત્ર ગોરા વાનની નહીં પણ દરેક પ્રકારના સ્કિન-ટોન પર આ શેડ સારો લુક આપે છે.
પર્પલ
તમે તમારી આંખોને મોટી દેખાડવા ઇચ્છો છો તો પર્પલ શેડ તમારા માટે બેસ્ટ છે. ડે- પાર્ટીમાં આ મસ્કરા લગાવીને જશો તો ચોક્કસ તમે ભીડમાં જુદા તરી આવશો અને એ પણ સારી રીતે.
પિન્ક
છોકરીઓને પિન્ક કલર વિશે કહેવાનું ન હોય. એ કલર તો ઈશ્વરે તેમના માટે જ બનાવ્યો છે. જોકે મસ્કરા તરીકે પિન્ક કલર લગાડવાના હો તો તમે ોડાક વધુ ગોરા હો એ જરૂરી છે. બેશક, ડાર્ક કોમ્લેક્શનવાળાએ બિલકુલ ગભરાવાની જરૂર ની. તમે ડબલ શેડમાં પિન્ક મસ્કરાનો ઉપયોગ કરીને આંખોની પાંપણો પર ચાર ચાંદ લગાવી શકો છો.
ગ્રીન
યસ, ગો ગ્રીન. માત્રએન્વાયર્નમેન્ટ-લવર્સ જ માટે પણ આ કલર એક શ્રેષ્ઠ ઑપ્શન બની શકે છે બ્યુટીને વધુ બ્યુટિફુલ બનાવવાના ભાગરૂપે. બ્લેક અને કલરની આંખો ધરાવતી ગોરી યુવતીઓને આ કલર સૂટ કરશે. સુંદરતાને વધારવા અને લુકને હટકે કરવા માટે માત્ર ડ્રેસિંગ કે હેરસ્ટાઇલ બદલવા કરતાં ક્યારેક મેકઅપ પર પણ એક્સપરિમેન્ટ કરી શકાય છે અને ત્યારે આ કલરફુલ મસ્કરા શ્રેષ્ઠ પર્યાય બની શકે છે.