Abtak Media Google News
  • લોકસભના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના હિન્દુ  સમાજ અંગેના નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તોડફોડની ઘટનાનો કરાશે ઉગ્ર વિરોધ: જેલ ભરો આંદોલન છેડાશે

લોકસભાના વિરોધ પક્ષના  નેતા રાહુલ ગાંધીએ સંસદમાં  હિન્દુ સમાજ અંગે  કરેલા નિવેદન બાદ દેશભરમાં  રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં અલગ અલગ સંગઠનો દ્વારા રાહુલ  ગાંધીના  નિવેદનનો વિરોધ  કરવામાં આવ્યો હતો અને અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ  કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી હતી. આ ઘનાના  વિરોધમાં આવતીકાલે કોંગ્રેસના કાર્યકરો  રસ્તા પર ઉતરશે જેલ ભરો આંદોલનનો  કોલ પણ આપવામાં આવ્યો છે. ખૂદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. તેઓ તોડફોડમાં ઘવાયેલા કોંગ્રેસના કાર્યકરોને   મળી તેઓનો ઉત્સાહ  વધારશે. તેઓ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને  પણ મળે તેવી   સંભાવના  જણાય રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ  શક્તિસિંહ ગોહિલે   જણાવ્યું હતું કે,  સંસદમાં લોકસભા વિપક્ષના નેતા  રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ એ અંગે વાત કરી હતી, હિંસક માણસ ક્યારેય હિન્દુ ના હોઈ શકે,  શંકરાચાર્યએ પણ કહ્યું કે  રાહુલ ગાંધીની વાત સાચી છે જેથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને તેમણે અડધા વીડિયો ચલાવ્યા. ભાજપે જે કર્યું એ ભગવાન શિવનું અપમાન છે, તમામ ધર્મ મૂળ માનવતા છે તેની વાત રાહુલ ગાંધીએ કરી હતી. શિવજી દર્શન કરવાની પોતાની વાત કરી હતી. ડરો નહી અને ડરાવો નહિ. હિંસક માર્ગ હિન્દુનો હોય શકે નહિ.. ભાજપ મત માટે હિંસા કરી રહ્યા છે.  રાહુલ ગાંધી વાત બાદ ભાજપમાં ડરથી હિંસા માર્ગ અપનાવ્યો છે.

લડાઈ હંમેશા વિચારધારાની હોય છે. ક્યારેય કોઈ રાજકીય પાર્ટી બીજી રાજકીય પાર્ટી ઓફિસ તોડફોડ કરી નથી. ભાજપ આ પ્રકારનું કૃત્ય કરીને ગુજરાતની અસ્મિતાની ખંડન કર્યું છે. કોંગ્રેસ ઓફિસના ચોકીદારની પ્રેગ્નન્ટ દીકરી પર પણ ભાજપના લોકોએ હુમલો કર્યો બપોરની ઘટના બાદ પણ પોલીસે સાંજની ઘટના થવા દીધી. ગોતા-ઘાટલોડિયાના ભાજપના ગ્રુપમાં 4 વાગ્યે હુમલો કરવાના મેસેજ ફરતા થયા હતા. કોંગ્રેસ કાર્યાલય તરફથી પોલીસને પૂરતો બંદોબસ્ત રાખવા પણ માંગ કરવામાં આવી હતી એલિસબ્રિજ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવી ઘટના બનવાની છે તેની કોંગ્રેસ તરફથી જાણ કરાઈ હતી. પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરવાનું કામ કર્યું. સેલ્ફ ડિફેન્સ એ કાયદાએ આપેલો અધિકાર છે, પોલીસ અધિકારી વાળંદની બાજુમાં ઉભા રહી ભાજપના ગુંડાઓ પથ્થર મારી રહ્યા છે, પોલીસ અધિકારી ડંડો ફટકારી પથ્થરબાજી રોકી શકતા હતા પોલીસની ફરિયાદમાં એકપણ ભાજપના નેતાના નામ નથી. કોંગ્રેસની બે હિન્દુ મહિલાઓના નામ પોલીસ ફરિયાદમાં છે.

કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરનાર લોકો વિડિયો વાયરલ કરી રહ્યા છે. વિડિયો વાયરલ થાય બાદ પણ પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ? પોલીસને કોંગ્રેસ ઓફિસ દ્વારા પહેલા જાણ કરવા છતાં પોલીસ પગલાં લીધા નથી. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, સહિતના વરિષ્ઠ નેતાઓએ પોલીસ જાણ કરવામાં છતાં કાર્યવાહી નથી. મંજૂરી વિના ભાજપના લોકો કોંગ્રેસ ઓફિસ આવ્યા છે. પોલીસ દ્વારા ભાજપના લોકો મદદ કરી છે. સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો ભાજપના લોકો શરૂ કર્યો હતો. પોલીસ જનતા નહિ પણ ભાજપ મદદ કરી રહી હોવાના આક્ષેપ પોલીસની ફરિયાદમાં ભાજપના નેતાનું નામ કેમ નહિ ? કોંગ્રેસના મહિલા નેતાઓનું નામ લખવામાં આવ્યું છે. નવો કાયદો બહુ સ્પષ્ટ છે કે ફરિયાદી પહોંચે તો તેની ફરિયાદ લેવી જોઈએ. કાયદા મુજબ ઋઈંછ લેવી ફરજિયાત છે તેમ છતાં કોંગ્રેસના નેતા કલાકો સુધી બેસાડવામાં આવ્યા છે અને હજુ સુધી ફરિયાદ નહિ પણ માત્ર અરજી લેવામાં આવી.

કોંગ્રેસ અન્યાય સહન નહિ કરે. કોંગ્રેસનો કાર્યકર બબ્બર શેર છે. પોલીસ અધિકારીઓ સામે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. જો પોલીસ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેના જવાબમાં 6 જુલાઈએ કોંગ્રેસનો કાર્યકર પ્રદેશ કાર્યાલયથી રસ્તા પર ઉતરશે અને જેલભરો સુધીનો કોલ આપવામાં આવશે, અમે ઇચ્છતા તો રથયાત્રાના દિવસે પણ આ કોલ આપી શકતા હતા. પરંતુ રથયાત્રાના પાવન પર્વમાં સુપેરે પુર્ણ થાય અને ભાવી ભક્તોને તકલીફ ના પડે તે માટે કોંગ્રેસ પક્ષ કાલે  કાર્યક્રમ યોજશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ગુજરાત પ્રદેશ કાર્યાલય આવવા માટે વિનંતી કરી છે, રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલય કાર્યકરોને મળવા માટે આવશે. શિવભક્ત ગુજરાતીઓ ભાજપને ઓળખી ગયા છે. 2027 માં ગુજરાત ભાજપને જવાબ આપશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.