દેશની રાજઘાની એટલે કે દિલ્લી લાખો લોકો ત્યાં પોતાનું કરિયર બનાવવા માટે ત્યાં આવતા હોય છે ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો આ દિવસ અને કદાચ તમે તે દિવસે થયેલ ઘટનાથી પણ પરિચિત જ હશો. આ ઘટનાએ દિલ્લી નહિ પરંતુ પૂરા વિશ્વમાં લોકોના રૂવાતાં ઊભા કર્યા હતા. દિલ્હીમાં ચાલતી બસમાં એક છોકરી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું, ઘણી વાર પ્રશ્ન સર્જાય કે શું લોકો એટલા બધા પથ્થર દિલ પણ હોય શકે શું પોતાની એક ઈચ્છા માટે કોઈની જિંદગી સાથે પણ રમી શકે…જોકે પોલીસ દ્વારા આરોપીને તો પકડવામાં આવ્યા હતા પરંતુ એ જિંદગીનું શું જે હવે આપના વચ્ચે છે જ નહી…
ફિલ્મ નિર્દેશક ફરિક મિન્હાજએ તેના પર એક ફિલ્મનુ નિર્માણ કર્યું છે જેમાં તેને ફિલ્મનુ નામ “ દિલ્હી બસ” રાખવાં આવ્યું છે. શાહિદ કપૂરની માતા નીલીમા અઝીમ ફિલ્મના ખર્ચમાં સમર્થન આપ્યું છે. આ ઉપરાંત, દિવ્ય સિંહ, અજ્ઞાત શ્રીવાસ્તવ અને સંજય સિંહનું પણ નામ છે. આ ફિલ્મ 25 મી જાન્યુઆરીના રોજ રીલીઝ થશે.
આ મૂવીનો ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યો છે. આ ટ્રેલરમાં જોવાયેલા દ્રશ્યો ઘટનાને ફરીથી જીવંત થયા હોય તેવું લાગે છે. 1 મિનિટ 43 સેકન્ડના ટ્રેઇલરને જોતાં, તમને ફરીથી દિલ્હીમાં નિર્ભયા કૌભાંડ યાદ આવશે.