વિધાનસભા 68 અને 69ની તુલનાએ દક્ષિણમાં વિકાસ ઓછો થયો: ગ્રામ પંચાયતથી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જવાબદારી સોંપી: લોકશાહીની વિચારધારા સાથે જોડાયેલો છું,પ્રજા કામ અને સ્વભાવને જોઈને મત આપશે

રાજકોટ શહેરની વિધાનસભા 70 (દક્ષિણ)ની બેઠક પરથી  કોંગ્રેસ પક્ષ દ્વારા  રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને  જાણીતા યુવા ઉદ્યોગપતિ હિતેશભાઈ વોરા પર કળશ ઉતારી છે. હિતેશભાઈ વોરા અને શહેર કોંગ્રેસ અગ્રણીઓ સાથે ‘અબતક’ મિડીયા હાઉસની મૂલાકાત લઈ વિધાનસભા દક્ષીણની વર્તમાન સ્થિતિનો ચિતાર રજૂ કરી લાંબા સમયથી  ભાજપના  ધારાસભ્ય સતામાં હોવા છતાં અનેક વણઉકેલ પ્રશ્ર્નોનો નિકાલ નથી કર્યો.

વધુ વિગત મુજબ મૂળ કોટડા સાંગાણી તાલુકાના  શાપર-વેરાવળના વતની અને  જાણીતા યુવા ઉદ્યોગપતિ હિતેશભાઈ વોરા નાનપણથી સામાજીક અને  ધાર્મિક કાર્યની સાથે 1995થી કોંગ્રેસના સક્રિય તરીકે  રાજકારણમાં પગરવ માંડયા હતા. તેઓ  શાપર-વેરાવળ તાલુકા પંચાયત કારોબારી સભ્ય અને કોટડાસાંગાણી તાલુકા માર્કેટ યાર્ડના પૂર્વ  સભ્ય તરીકે  સેવા પ્રદાન કર્યું હતુ તેમજ રાજકોટ જિલ્લા કોંગ્રેસના  પૂર્વ પ્રમુખ, જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી, રાજકોટ જિલ્લા કિશાન મજૂર સંઘના રાજકોટ 71 વિધાનસભા મત વિસ્તારમાં સંગઠનાત્મક  જવાબદારી  નિભાવી ચૂકયા છે.

કોંગ્રેસ પક્ષમાં સંગઠાત્મકની નિષ્ઠા પૂર્વક સંભાળેલી  જવાબદારી અને અનુભવને ધ્યાને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા 71 (દક્ષિણ)માં ઉમેદવાર માટે હિતેશભાઈ વોરાની પસંદગી ઉતારી છે.હિતેશભાઈ વ્યવસાયે ઉદ્યોગપતિ, બાંધકામની સાથે પોતે ધરતીપુત્ર હોવાથી લોકોની  સારી રીતે વેદનાને  વાચા આપી શકે તેમ છે જરૂરીયાતમંદ લોકોની સેવાની સાથે ધાર્મિક અને આરોગ્ય લક્ષી કામગીરી  કરી રહ્યા છે. ઉમેદવારી નોંધ્યાની સાથે  વિધાનસભા 70માં છેલ્લા એક સપ્તાહથી ઘર ઘર સુધી ઝંઝાવતી પ્રચાર કાર્યના પ્રારંભ કરી ભાજપના  ભય, ભુખ અને   ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની કાયદો અને વ્યવસ્થા અને મોંઘવારીએ  લોકોની કમ્મરતોડી નાખતા ગૃહણીઓમાં ભાજપ સામે  લોક રોષ જોવા મળ્યો છે.

રાજકોટ દક્ષિણની બેઠક  ભાજપનો ગઢ ગણાય છે.  અને લાંબા સમયથી  સત્તામાં હોવા છતાં   શુ ખુટે છે રાજકોટ  68 અને  69  બેઠકની  તુલનાએ ઓછા વિકાસ થયો છે.  આ બેઠકમાં  સૌથી  પેચીદો   પ્રશ્ર્નો સુચિત સોસાયટીનો  રેગ્યીલાઈઝનો નિકાલ આ ઉપરાંત ઓડીટોરીયમ અને પી.ડી.એમ. રેલવે ફાયરનો પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી છે. ભાજપે સીટીંગ ધારાસભ્યને કાપી અને પાટીદારોનું  આસ્થાનું કેન્દ્ર ખોડલધામના ટ્રસ્ટી   અને ઉદ્યોગપતિને ટીકીટ આપી છે. ત્યારે હિતેશભાઈ વોરાએ જણાવ્યું હતુ કે હું 19 વર્ષથી જાહેર જીવન અને લોકશાહીની વિચારધારા સાથે જોડાયેલો છું ગ્રાઉન્ટ ટુ અર્થ કામ કર્યું છે. કોંગ્રેસ પક્ષે ગ્રામ પંચાયતથી લઈ વિધાનસભાની  ટીકીટ આપી મારી કામગીરી અને નિષ્ઠા પર વિશ્ર્વાસ  મૂકયો છે.લોકો માટે કામ અને સ્વભાવથી પૂરેપૂરા  પરિચીત છે. લોકોના  પ્રાણ પ્રશ્ર્નોને લઈ સતત ચિંતત એવા હિતેશભાઈ વોરાને  વિજય બનાવી પંજાને  મજબૂત કરવાની શહેરીજનોને અપીલ કરી છે. આ તકે  રાજકોટ શહેર કોંગ્રેસ  અગ્રણી શૈલેષભાઈ રૂપાપરા,   પ્રભાતભાઈ ડાંગર,  બીજલભાઈ ચાવડીયા,  પ્રહલાદસિંંહ ઝાલા, દિપકભાઈ ધવા અને  ગોપાલભાઈ મોરવાડીયા સહિતના યુવા આગેવાન હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.