ગત વર્ષે 5.83 કરોડ રિટર્ન ફાઈલ થયા હતા જે આ વર્ષે વધવાની શક્યતા
દેશની આવકમાં આવકવેરા વિભાગ અને જીએસટી નું અનેરુ મહત્વ છે ત્યારે આવકવેરા વિભાગ નું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નિર્ધારીત કરવામાં આવેલી છે અને દર વખતે આ તારીખને સરકાર દ્વારા લંબાવવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે આ મુદત લંબાવવામાં નહીં આવે તેવું માનવામાં હાલ આવી રહ્યું છે. ગત 31 જુલાઈ સુધીમાં 5.83 કરોડ રિટર્ન ફાઈલ થયા હતા ત્યારે આ વર્ષે રિટર્ન ફાઈલ ની સંખ્યામાં વધારો નોંધ થાય તેવું માનવામાં આવી રહ્યું છે.
આવકવેરા વિભાગમાં રીટર્ન ફાઈલ કરવાની જો ટકાવારી અંગે વાત કરવામાં આવે તો પ્રતિવર્ષ 10.5 ટકા નો વધારો નોંધાય છે પરંતુ આ આંકડો જીએસટીની સરખામણીમાં ખૂબ ઓછો છે . મુખ્ય કારણ એ છે કે જીએસટીમાં 12 ટકાના દરે આ રિટર્ન ભરાતા હોય છે. રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં જે રીતે વધારો નોંધાયો છે તેની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે અહીં આવકવેરા વિભાગ માટે રિટર્ન ભરવામાં લોકોની જાગૃતતા ખૂબ વધી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને નાણામંત્રાલય દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે અત્યાર સુધી 31 જુલાઈ સુધીમાં જે કોઈએ રિટર્ન ભર્યા ન હોય તો સરકાર આ સમય અવધી વધારવામાં આવતી હતી પરંતુ આ વર્ષે સરકાર રિટર્ન ભરવાની મુદતમાં વધારો નહીં કરે જેથી જે લોકોના રિટર્ન ભરવાના બાકી છે તેવો નિર્ધારિત સમયમાં જ ભરી દે.
જે કોઈ કરદાતા પોતાના રિટર્ન ફાઈલ નહીં કરાવ્યા હોય તેઓએ લેટ ફી પેટે દંડ પણ ભરવાનો રહેશે ત્યારે કેન્દ્ર સરકાર અને નાણામંત્રાલયનું માનવું છે કે બાકી રહેતા કરદાતાઓએ નિર્ધારિત બે અઠવાડિયા માં પોતાનું રિટર્ન ભરી દેવું જોઈએ અને આ જટિલ દંડની પ્રક્રિયામાંથી બાકાત રહેવું જોઈએ.