મહંતે કાયદા ભંગ કરવા છતાં ગુનો દાખલ ન કરવાથી પુનરાવર્તન થશે 

મહેસાણાના છઠીયારડા ગામના સત્ય શબ્દ સંશોધન કેન્ના મહંત સપ્તસુને જીવતા સમાધિ, દેહત્યાગની જાહેરાતનો કરૂણ રકાસ સાથે ફિયાસ્કો થયો હતો. સ2કારી  તંત્રની મંજુરી  વગર તમામ નિયમોનો ઉલાળિયો કરી  કાર્યક્રમો યોજવા બદલ મહંત સામે ગુન્હો દાખલ ક2વા ભારત જન વિજ્ઞાન જાથાએ રાજયના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારી  ઓને રજુઆત કરવામાં આવી છે. પોલીસની નિષ્ક્રિયતાના કા2ણે આખરે  સરકારની છબીને નુક્સાન થશે તેવો વિચા2 રજુ ર્ક્યો હતો.જાથાના રાજય ચે2મેન-એડવોકેટ જયંત પંડયાએ સૌ પ્રથમ મહેસાણાના એસ.પી.ને રૂબરૂ મળીને છઠીયારડા ગામના મહંતની જાહેરાતનો ફિયાસ્કો સાથે સ2કારી  એકપણ મંજુરી  વગર કાર્યક્રમો યોજયા, જાહે2નામા ભંગ, પાંચ હજારની માનવ મેદની, કોર્ટના નિયમોનો ઉલાળીયો, અને જીવતા સમાધિ આપી દયો તેવા ઉચ્ચા2ણો, ડી.જે. માઈક, શોભાયાત્રા, મોટા સમીયાણામાં હજારી  લોકો માટે જમણવા2 વગેરે  રજુઆત કરી  તાલુકા પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કરવા રજુઆત કરી  હતી. જો ગુન્હો દાખલ ક2વામાં નહિ આવે તો ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન થશે તેવી દહેશત વ્યક્ત કરી  હતી. જવાબમાં મહેસાણા પોલીસ વડાએ જાથાને કહ્યું હતું કે, તલાટીમંત્રી કે મામલતદાર અરજી આપશે તો ગુન્હો દાખલ ક2વામાં આવશે. જાથાએ જવાબમાં જણાવ્યું હતું કે, સામાન્ય નાગરી કો જો નિયમોનો ભંગ કરે તો પોલીસ ફરી યાદી બનીને જાહેરનામા ભંગની ફરી યાદ કરે છે. રાજકીય પક્ષો સામે પોલીસ જ ફરી યાદી બને છે. આ કિસ્સામાં બેધારી  નીતિ સંબંધી વાત કરી  હતી. એસ.પી.ને રજુઆત ક2તાં કોઈ પિ2ણામ આવ્યું ન હતું. તેથી જાથાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી  છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.