હરભમજીરાજ છાત્રાલય ખાતે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

આર્મીમાં ભરતી થવા ઈચ્છુક જામકંડોરણાનાં ચરેલ ગામનાં ગરાશીયા યુવક હરપાલસિંહ ભરતસિંહ વાળા પર પીએસઆઈ વિનોદ ચૌહાણ અને તેમનાં સ્ટાફ દ્વારા આચરવામાં આવેલા અમાનવીય અત્યાચારનાં વિરોધમાં ક્ષત્રિય સમાજે લડતનાં મંડાણ કર્યા છે. આજે સવારે હરભમજીરાજ છાત્રાલય ખાતે મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ ઘટનાનાં વિરોધમાં આગામી મંગળવારથી વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે.

આર્મીમાં ભરતી થવા ઈચ્છુક જામકંડોરણાનાં ચરેલ ગામનાં ગરાશીયા યુવાન ચાલચલગતનું સર્ટીફીકેટ લેવા માટે ગયો ત્યારે જામકંડોરણાનાં પીએસઆઈ વિનોદ ચૌહાણ અને સ્ટાફ દ્વારા અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર રાજયમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આજે સવારે હરભમજીરાજ છાત્રાલય ખાતે રાજકોટ જિલ્લા રાજપુત સમાજ, રાજપુત યુવા સંઘ, કરણીસેના, સમસ્ત કાઠી રાજપુત સમાજ, હરભમજીરાજ છાત્રાલય વિદ્યાર્થી મંડળ, જામકંડોરણા રાજપુત સમાજનાં આગેવાનોની એક બેઠક મળી હતી જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જામકંડોરણાનાં ચરેલ ગામની ઘટનાનાં વિરોધમાં આગામી મંગળવારથી વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે. આ બેઠકમાં શ્રી રાજકોટ જિલ્લા રાજપુત (ક્ષત્રિય) સમાજનાં કાર્યકર નરેન્દ્રસિંહ જાડેજા, યુવા પ્રમુખ જયદિપસિંહ (રામરાજા), ડો.યોગરાજસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, બહાદુરસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ડી.ઝાલા, શકિતસિંહ જાડેજા (કોટડાનાયાણી), પ્રવિણસિંહ જાડેજા (ઇટાળા), હરિશચંદ્રસિંહ જાડેજા (માખાવડ), સુરેન્દ્રસિંહ વાળા, રાજભા ઝાલા (કણકોટ), દિવ્યરાજસિંહ ગોહિલ (કુકડ), દેવેન્દ્રસિંહ બી.ગોહિલ (કુકડ), દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઈ), કૃષ્ણસિંહ જાડેજા (મોડપર), ઓમદેવસિંહ ઝાલા (રતનપર), ભરતસિંહ જાડેજા (વાગુદડ), સુર્યનાં કાઠી ક્ષત્રિય સમાજનાં આગેવાનો, રાજકોટ જિલ્લાનાં તમામ તાલુકાનાં આગેવાનો, રાજપુત સંસ્થાનાં આગેવાનો ઉપરાંત જામકંડોરણા રાજપુત સમાજનાં પ્રમુખ તેજુભા જાડેજા, સુરુભાવાળા, હિરપાલસિંહ જાડેજા, પદુભા, વિમલસિંહ રાણા અને ભોગ બનનાર હરપાલસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

p

આ અંગે શ્રી રાજકોટ જિલ્લા રાજપુત (ક્ષત્રિય) સમાજ દ્વારા એસ.પી.બલરામ મીણાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જામકંડોરણાનાં પીએસઆઈ વિનોદ ચૌહાણ તથા અન્ય સ્ટાફ સામે ન્યાયિક તપાસ કરી કડક પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે જો આગામી સોમવાર સુધીમાં આ પ્રકરણે કોઈ પગલા લેવામાં નહીં આવે તો રાજપુત સમાજ દ્વારા ગાંધી ચિંઘ્યા માર્ગે ઉગ્ર દેખાવો, ધરણા અને સંમેલન યોજી ચોકકસ પોલીસ પરીબળો સામે અવાજ ઉઠાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.