• ચુનારાવાડમાં બે પરિવાર બાખડયા: માલધારી સોસાયટીમાં પૈસાની લેતી – દેતી મામલે યુવાનને લમઘાર્યો
  • માંડાડુંગરમાં બહેનના ઘર કંકાશમાં સમાધાન કરવા ગયેલા ભાઈ પર પણ હુમલો

શહેરમાં એક તરફ ગરમીનો માહોલ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ લોકો ના મગજ નો પારો પણ ઉપર ચડી રહ્યો હોય તેમ અનેક મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે ગઈકાલે શહેરમાં જુદાજુદા સ્થળોએ કુલ છ મારામારીની ઘટના સામે આવી છે જેમાં છ મહિલાઓ સહિત કુલ 12 લોકો ઘવાતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

જેમાં ચુનારાવાડ વિસ્તારમાં બે પરિવાર સામે બાખડતાં ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ઈજા પહોંચી હતી જ્યારે માલધારી સોસાયટી માં પૈસાની લેતીદેતી મામલે પરપ્રાંતીય યુવાનને ચાર શખ્સોએ લમધાર્યો હતો. માંડાડુંગર માં બહેન ના ઘર કંકાસ માં સમાધાન કરવા ગયેલા ભાઈ પર હુમલો થયાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ચુનારાવાડ વિસ્તારમાં શેરી – 8માં બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં લાભુબેન ભીખુભાઈ સોલંકી ની પુત્રી રીંકલ ને તેમના સાસુ પ્રેમી બેન તથા નણંદ રંજનબેન અને દેરાણી સુનીતાબેન એ માર માર્યો હતો જે બાબતે લાભુબેન અને તેમના પતિ ભીખુભાઈ સમજાવવા જતાં સામેવાળા કુલદીપ સહિતના લોકોએ છરી વડે હુમલો કર્યાનું જાણવા મળ્યું છે હુમલામાં ઘવાયેલા ભીખુભાઈ મેપાભાઇ સોલંકી અને તેમના પત્ની લાભુ બેન ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સામા પક્ષે રંજનબેન ઠાકોર તથા સુનિતાબેન રાજુભાઈ સોલંકી અને પ્રેમી બેન મેપાભાઇ સોલંકી પર ભીખુ સોલંકી અને લાભુ સોલંકી તથા તેમના પુત્ર આકાશે છરી અને ધોકા વડે માર મારતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે અન્ય બનાવમાં ગુલાબ નગરમાં રહેતા અને પટ્ટીમાં કામ કરતા પરપ્રાંતીય યુવાન નીલારૂ સોમનાથભાઈ ગૌતમ પર કારખાનામાં કામ કરતા મહેશ અને અન્ય ત્રણ શખ્સોએ માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો નીલારુ ગૌતમ મહેશ પાસે પૈસા માંગતો હોય જે બાબતની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા મહેશ અને તેના ત્રણ સાગરીતોએ પરપ્રાંતીય યુવાનને ઢોર માર માર્યાનું સામે આવ્યું છે.

વધુ એક બનાવમાં નવાગામ આવાસ પાટણમાં રહેતા કિશનભાઇ ભુપતભાઈ જાલસાણીયા નામના 22 વર્ષના સગાઈ હોય જે બાબતે તેમની બહેન કાજલ તેમના ઘરે જમવા આવી હતી. તે બાબતે કાજલ બેન ના પતિ મહેશે ફોન માં ઝઘડો કર્યો હતો. બહેનના ઘરે થયેલા ઝઘડામાં સમાધાન કરવા માટે કિશન તેની બહેન સાથે માંડાડુંગર આવેલા માધવ વાટિકા માં ગયા હતા ક્યાં નશામાં ધૂત બહેનના પતિ મહેશ તથા તેના મિત્ર રહેશે કિશન અને કાજલ પર હુમલો કર્યો હતો.

અન્ય બનાવમાં કુબલીયા પરા માં રહેતો સાવન જીતુભાઈ રાઠોડ નામનો તરુણ ગત મોડી રાત્રે પોતાના બાના ઘરે પૈસા આપવા જતો હતો ત્યારે મારા વાડ પાસે શાયર નામના શખ્સ અને તેના સાગરીતોએ સાવનને રોકી તેને મારમારી તેની પાસે રહેલા રૂ 1700 પડાવીને નાસી છૂટયા હતા. આ અંગે સાવન ના પિતા જીતુભાઈને જાણ થતા તેઓએ તુરંત પોતાના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરી પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.

તો અન્ય બે બનાવોમાં શહેરના થોડા વિસ્તારમાં ગતરાત્રે ગયેલા મિલન કિશન કબીરા નામના યુવાન પર શામજી, દિલીપ, સંજય કેવલએ છરી વડે હુમલો કર્યાનું હોસ્પિટલ પોલીસચોકીમાં નોંધાયું છે. તો બીજા બનાવમાં રણુજા મંદિર પાસે રહેતા ચેતન નટુભાઈ સ્વરૂપ નામના યુવાન પર મોડી રાત્રે રોકડિયા પ્લોટ પાછળ હસુ, લાલો, રવિ અને મનીષે છરીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.