ચોમાસા પહેલાના કરવાના કામો અંગે કમિશ્ર્નરની અધિકારીઓ સાથે ચર્ચા
કોરોના સામેના જંગ વચ્ચે રાજકોટ મહાપાલિકાએ પ્રિ-મોન્સુન વિવિધ કામગીરી અંગે ચર્ચા સાથે આયોજન હાથ ધર્યુ છે. હાલ સમગ્ર શહેરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, લોકો કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે ઘરે જ રહી પોતાનું યોગદાન આપી રહયા છે. આવનારા સમયમાં ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારી જ પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી લગત વિવિધ મુદ્દાઓની ચર્ચા અને આયોજન કરવા અંગે તા. ૪ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાખાના સંબધિત અધિકારીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી. સંબધિત અધિકારીમાં ત્રણેય ઝોનના નાયબ કમિશનર આબી.જી, પ્રજાપતિ, એ. આર. સિંધ અને સી.કે.નંદાણી, મદદનીશ આયુક્તઓ, આરોગ્ય અધિકારી, સુરક્ષા અધિકારી, ટાઉન પ્લાનિંગના અધિકારીઓ, જઠખના અધિકારીઆ એસડબલ્યુએમના તમામ સિટી એન્જી.ઓ, વોર્ડ એન્જી.ઓ, શાસન અધિકારી, વોર્ડ ઓફિસરઓ, વિવિધ શાખાના આસી, મેનેજરે, ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન, ચીફ ફાયર ઓફિસર, ડી.ઈ.ઈ., પી.એ.ટુ કમિશનર (સહાયક કમિશનર), પી.એ.(ટેક) ટુ કમિશનર, વિગેરે ઉપસ્તિ રહયા હતા.
મ્યુનિ. કમિશનર મીટીંગની શરૂઆત કરતા વિવિધ મુદ્દાઓ અંગે આવનાર સમયમાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા અંગે સંબધિત અધિકારી પાસેી માહિતી મેળવી હતી. ચોમાસા દરમ્યાન આવનારા પડકારોનો અત્યારી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે તે બાબતને ધ્યાનમાં રાખી અત્યારી જ પ્રિ-મોન્સુન કામગીરીની તૈયારી શરુ કરવા જે તે શાખાના અધિકારીને માહિતી આપી હતી.
મ્યુનિ. કમિશનરે પ્રિ-મોન્સુન માટે કરવાની તી કામગીરી જેવી કે, પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કરી જીએસડીએમએ અને રિલીફ કમિશનરને મોકલવા તા પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, બિલ્ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી, પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, બિલ્ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી, વોંકળામાંથી દબાણ દુર કરાવવું, બાઉન્ડ્રી ડીમાર્કેશન કરાવવું, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદે બાંધકામો, ખાનગી જોખમી હોર્ડીંગ અંગેની કામગીરી, વોંકળા સફાઇ, ડ્રેનેજ ફરિયાદનો તાત્કાલિક નિકાલ તથા પ્રિ-મોન્સુન કાર્યવાહીનું આયોજન કર્યુ છે.
પીવાના પાણીને લગત ફરીયાદો તથા તેના નિકાલના આયોજન, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, રસ્તા ઉપરના દબાણો, જોખમી હોર્ડીંગની માહિતી, ભયગ્રસ્ત મકાનોનો સર્વે તા ધોરણસરની કાર્યવાહી, જાહેર માર્ગો, બગીચાઓ વિગેરે જગ્યાના જોખમી વૃક્ષોનો સર્વે તા ધોરણસરની કાર્યવાહી, ભયગ્રસ્ત તેમજ તુટી પડે તેવા પોલ, ઇલેક્ટ્રીક કેબલ વિગેરેની માહિતી તેમજ ભારે વરસાદ, વાવાઝોડા સમયે વિદ્યુત પુરવઠો ન મળે ત્યારે તેની અવેજીમાં ડિઝલ જનરેટર વિગેરેની વ્યવસ, રસ્તા પરના ખાડા, ખુલ્લા મેન હોલ વિગેરે બંધ કરાવવાની કાર્યવાહી, જીએમડીએમએ દ્વારા ઇઆરસી માટે ફાળવેલ તા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીઝ હસ્તકના વાહનો તા સાધનોની વિગત તેમજ તેને ચાલુ સ્થિતિમાં રાખવા અંગે કરવાની થતી કાર્યવાહી, અતિવૃષ્ટિના સમયે ભરાયેલ પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ, પંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર, ઉપલબ્ધ પંપની વિગત, વરસાદનું સતત મોનીટરીંગ, આંકડા મેળવી, ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા, વેબસાઇટ તા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવું વિગેરેની ચર્ચા કરી હતી.
આ ઉપરાંત શહેર આસપાસના વિસ્તારો, ગામોમાં રહેતા તરવૈયાઓની નામ, સરનામા, ફોન નંબર સોની યાદી અદ્યતન કરવી, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવા તા તેના તાત્કાલિક નિકાલના આયોજનની વિગતો, વર્ષ-૨૦૧૯માં જુદા-જુદા વિસ્તારો, માર્ગો વિગેરે ઉપર પાણી ભરાવાની મળેલ ફરિયાદોની માહિતી પરી આયોજન કરવા નકકી કરાયું હતું.
પુર, વાવાઝોડું વિગેરે કુદરતી આપત્તિ સમયે ચેતવણી વિગેરે તેમજ જાન-માલ બચાવની કામગીરી, વાહન વ્યવસ, બોટ વ્યવસ, સ્ળાંતરની કામગીરી, સુરક્ષિત આશ્રયસનની વ્યવસ વિગેરે કામગીરી, આશ્રયસનોમાં ફુડ પેકેટ, પીવાનું પાણી, જીવન રક્ષક દવાઓ, રસીઓ, ક્લોરીન ટેબલેટ, જંતુનાશક દવાઓ તેમજ સફાઇ વિગેરેની વ્યવસનું આયોજન અને કોલ સેન્ટર ઉપરાંત ફરીયાદો માટે ક્ધટ્રોલ રૂમની વ્યવસ કરવી, ક્ધટ્રોલ રૂમ ખાતે માણસો-ટેલિફોન-વાહનો-મજુરો-સાધનો વિગેરેની વ્યવસ અંગે ગહન ચર્ચા કરી આયોજન ઘડી કાઢવામાં હતા.