અનેક નવી ટેકનીક અને સુવિધાઓ સાથે જીમ લોન્ચ રાજકોટ અને ફીટ રાખશે

જીમ લોન્જ એના પ્લેટીન્યિમ સેગમેન્ટની નવી આવૃતિ સાથે હવે રાજકોટમાં આવી રહ્યું છે. જેનું ઉદઘાટન વર્લ્ડ હેવી વેઇટ ચેમ્યિયન અને જીમ લોન્જના બ્રાન્ડ એમ્બેસેડર એવા ડબલ્યુ. ડબલ્યુ. ઇ. અને ભારતના પ્રોફેશનલ રેસલર ગ્રેટ ખલી દ્વારા કરવામાં આવ્યું હતું. જીમ લોન્જના પ્લેટીનમ સેગમેન્ટના ઉદધાટન સાથે કેટલીક સ્વસ્થ્ય રહેવાની ટિપ્સ અને ટેકનીક ગ્રેટ ખલીએ રાજકોટવાસીઓને શીખવાડી હતી.

આજે જયાર આખું વિશ્ર્વ કોરોના જેવી ઘાતક બિમારી સામે લડી રહ્યું છે ત્યારે કસરત અને યોગ જ એક માત્ર સ્વસ્થ રહેવા માટેનો ઉપાય છે જેથી હવે આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે સમય કાઢીને આવા સપૂર્ણ પ્રોફેશનલ સાધનો અને સર્ટિફાઇડ ટ્રેનર હોય તેવા જીમની અંદર જઇ પોતાની જાતને સ્વસ્થ રાખવાનો સમય કાઢીશું તો જ અત્યારની અને આવનારી દરેક બિમારીઓથી સુરક્ષિત રહી શકીશું.

ગ્રેટ ખલીએ જીમ લોન્જની વિશેષતા અંગે કહ્યું કે જીમ લોન્જમાં અત્યાધુનિક કસરત માટેના સાધનો જીમ પ્રેમીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉ5રાંત બોડી વેઇટ ટ્રેનીંગ, પર્સનલ ટ્રેનીંગ ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા અહીં આવતા જીમ પે્રમીઓને દરેક પ્રકારની કસરતને લગતી સુવિધા બાથ સ્ટીમ બાથ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત કુશળ એવા સર્ટીફાઇડ ટ્રેનરો પણ જીમમાં રહી લોકોને કસરતની ટેકનીક શીખવશે જરુરી એવો ડાયટ પ્લાન પણ પ્રોવાઇડ કરાવવામાં આવશે. જીમ લોન્જ ગ્રુપ રાજકોટના ઉદઘાટન બાદ આવનાર સમયમાં જીમ લોન્જ ગ્રુપના ફાઉન્ડર વિજયભાઇ સેંગર અને તેમની ટીમ દ્વારા આવનાર સમયમાં સુરત, બરોડા, વિજાપુર, ગાંધીનગર, મહેસાણા જેવા ગુજરાતના નાના મોટા શહેરોમાં નવી આવૃતિ સાથે તથા નવા ફિટનેશ આઇકોન સાથે તેમજ લોકોને ફીટનેસ અને સ્વસ્થ  જીવનની પ્રેરણા આપવા માટે નવા નવા આઉટલીટસ ઓપન કરવા જઇ રહ્યું છે.

જીમ લોન્જની રાજકોટ ખાતેની બ્રાન્ચમાં બ્રાન્ડ એમ્બેસેડર ધ ગ્રેટ ખલી, તથા રાજકોટ શહેરના પ્રથમ નાગરીક મેયર ડો. પ્રદિપ ડવ સહીત યુવાનો અને જીમ લર્વસ પણ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.