INS વિક્રાંત ભારતીય નૌકાદળે આત્મનિર્ભર ભારતની દિશામાં એક ઐતિહાસિક સીમાચિહ્નમેળવ્યુ છે.રાફેલ, એલસીએ તેજસ અને મીગ 29કેનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યુ છે.નૌકાદળના પાયલટોએ ભારતીય નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ નું લેન્ડિંગ કર્યું છે. વાસ્તવમાં, INS વિક્રાંત અને એલસીએને ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવી છે.LCA તેજસને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એરક્રાફ્ટ રિસર્ચ એન્ડ ડિઝાઇન સેન્ટર  સાથે મળીને ડિઝાઇન કરવામાં આવી છે.
ભારતીય નૌકાદળના ટોચના અધિકારીઓનું માનવું છે કે વિક્રાંતના કમિશનિંગ સાથે હિંદ મહાસાગર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા વધશે. વિક્રાંતની ફ્લાઇટ ડેકનો વિસ્તાર હોકી રમવા માટેના અઢી મેદાન જેટલો છે, જે આશરે 12,500 ચોરસ મીટર છે. વિક્રાંત પાસે ટૂંકા રનવે અને સ્કાય-જમ્પ્સથી સજ્જ લાંબો રનવે પણ છે.આ એટલા માટે મહત્વનું છે કારણ કે, યુદ્ધ દરમિયાન એરક્રાફ્ટ અને જહાજો યુદ્ધમાં મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે.
INS વિક્રાંત અને LCAને ભારતમાં જ ડિઝાઇન, વિકસિત, નિર્માણ અને સંચાલિત કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તે ભારતની ટેકનોલોજી અને યુદ્ધ ક્ષમતા દર્શાવે છે.INS વિક્રાંત, ભારતમાં લગભગ રૂ. 20,000 કરોડમાં બાંધવામાં આવનાર અત્યાર સુધીનું સૌથી મોટું યુદ્ધ જહાજ, બદલામાં, મિગ-29Ks તેના ફ્લાઇટ ડેકમાંથી નિર્ણાયક ટ્રાયલ પૂર્ણ કરશે ત્યારે સંપૂર્ણ લડાઇ માટે તૈયાર થઈ જશે,
INS વિક્રાંતનું કેરળમાં ભારતીય નૌકાદળના કોચીન શિપયાર્ડ લિમિટેડમાં નિર્માણ કરવામાં આવ્યું છે. તે જ સમયે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા હળવા કોમ્બેટ એરક્રાફ્ટ એલસીએને બનાવવામાં આવ્યું છે.
નૌકાદળમાં સામેલ થનારા વિમાન વાહક જહાજ INS વિક્રાંત, અનેક વિશેષતા ધરાવે છે. વિક્રાંત નૌકાદળ હિંદ મહાસાગર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની તાકાત વધવા સાથે શાંતિ, સુરક્ષા અને સ્થિરતા વધી છે. તરતા શહેર સમાન INS વિક્રાંત ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે. જે ખરેખર ગેમ ચેન્જર સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.