યાત્રાળુ પ્લેનને લશ્કરી પ્લેન સમજીને પાકિસ્તાનનાં બે ફાયટર પ્લેનોએ ઘેર્યા બાદ અફઘાનિસ્તાનની હદ સુધી મુકી આવ્યા
ભારતીય વાયુસેનાએ ગત ફેબ્રુઆરી માસમાં પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર કરેલી એરસ્ટ્રાઈકને તાજેતરમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ ને એક ઝાટકે નાબુદ કરી હતી. જેથી, હતપ્રત બની ગયેલા પાકિસ્તાને આ મુદે વિશ્વભરના દેશોની સહાનૂભૂતિ મેળવવાનો પ્રયાસ નાકામ પૂરવાર થયો હતો. પાકિસ્તાનને તેના આકા એવા ચીને પણ આ મુદે તેનો સાથ છોડી દીધો હતો. જેથી પાકિસ્તાન સતત ભારતીય સેનાના હુમલાની દહેશતમાં ફફડી રહ્યું છે. અને ભારતને તેની પર હુમલો કરવાનું એકપણ મુદો ન મળે તેવી સતત તકેદારી રાખી રહ્યું છે. પાકિસ્તાને ભારતીય ફલાઈટો માટે પોતાની હવાઈ સીમાનો ઉપયોગ કરવા પ્રતિબંધ મૂકયો છે.ત્યારે તાજેતરમાં એક મુસાફર ફલાઈટ ભુલથી પાકિસ્તાનની હવાઈ સીમામાં ઘુસી જતા પાકિસ્તાની ફાયર જેટોએ તેને ઘેરી લઈને સહીસલામત પોતાની હવાઈસીમા બહાર મૂકી આવ્યું હતુ.
ગત ૨૩મી સપ્ટે. સ્પાઈસ જેટની એસ.જી.૨૧ ફલાઈટ દિલ્હીથી કાબુલ જઈ રહી હતી ત્યારે ૧૨-૦ યાત્રાળુઓ સાથેનુ આ વિમાન પાકિસ્તાની એરસ્પેસમાં ઉડી રહ્યું હતુ ત્યારે પાકિસ્તાનના યુધ્ધ વિમાનોએ આ ફાઈટર જેટોએ વિમાનને એક કલાક સુધી ઘેરી લીધું હતુ અને પાઈલોટ પાસેથી વિમાનની પૂરેપૂરી વિગતો માંગી હતી.
આ અંગે સ્પાઈસજેટ વિમાનના પાયલોટે આ ઘટનાની પૂરી માહિતી આપતા પાકિસ્તાને જણાવ્યું હતુ કે જે વિમાનને ઘેરવામા આવ્યું છે તે ભારતની સ્પાઈસ જેટની કોર્મશિયલ ફલાઈટ છે. જેમાં કાબુલ જવા વાળા મુસાફરો સફર કરી રહ્યા છે. આ અંગે વિમાન બેઠેલા એક મુસાફરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ કે એફ.૧૬ વિમાનના પાયલોટે હાથના ઈશારાથી યાત્રાળુ વિમાનના પાયલોટને વિમાન નીચે લાવવાનું કહ્યું હતુ.
દરેક ફલાઈટનો એક કોડ હોય છે. તેવી જરીતે સ્પાઈસ જેટના આ વિમાનનું એક કોડ એસ.જી. હતુ જેને પાકિસ્તાન એર ટ્રાફીક ક્ધટ્રોલ આઈએ સમજી લેતા તાત્કાલીક પાકિસ્તાનના એફ.૧૬ ફાઈટર વિમાનોને પીછા માટે રવાના કરી દીધા હતા.
દિલ્હીથી કાબુ જતી આ બોઈંગ ૭૩૭ ફલાઈટને ઘેરી લેનારા પાકિસ્તાન એરજેટને પાછળથી જાણવા મળ્યું હતુ કે આ વિમાન લશ્કરનું નહી પરંતુ કોમર્શિયલ છે. ત્યારબાદ પાયલોટને વિમાન નીચી સપાટીએ ઉડાવવાની સૂચના આપી હતી. પાકિસ્તાનના આ યુધ્ધ વિમાનોએ દિલ્હી કાબુલની આ ફલાઈટને પાકિસ્તાનની હવાઈસીમા પૂરી થઈ ત્યાં સુધી ઘેરાબંધીમાં રાખ્યું હતુ અને અફઘાનની હવાઈ સીમામાં પહોચ્યા બાદ બંને ફલાઈટો પાછી ફરી હતી ઘેરાયેલા વિમાનના મુસાફરોને બારીમાંથી ચોખ્ખુ દેખાતું હતુ કે તેમના વિમાનને બે ફાઈટર જેટ વિમાનોએ બંને તરફથી ઘેરામાં લઈ લીધું હતુ
આ મુસાફરોને તેમની બારીના અપારદર્શક કાચ નીચે ઉતારી લેવાની સૂચના આપી દેવામાં આવી હતી. પાકિસ્તાન હવાઈસીમામાંથી બહાર નીકળ્યાબાદ મુસાફરો અને ક્રુમેમ્બરોને રાહત થઈ હતી. ત્યારબાદ કાબુથી વળતી દિલ્હીની ટ્રીપ પાંચ કલાક મોડી કરીને તમામ પેપરવર્ક અને રૂટ કલીયરન્સ માટે પાકિસ્તાન સતાવાળાઓ સાથે વાતચીત કરીને આવી ઘટના બીજીવાર ન બને અને વળતી ફલાઈટ સાથે આવું ન થાય તે માટે આગોતરી વ્યવસ્થા કરી લીધી હતી. સદનસીબે વળતી વખતે આવું કઈ બન્યું નહતુ.
આ ઘટનાને સ્પાઈસ જેટ ડીજીસીએ અને નાગરીક ઉડ્ડયન વિભાગે પુષ્ટિ આપી હતી. પરંતુ રાષ્ટ્રના સંવેદનશીલ ગણાતા આ મુદા અંગે કોઈએ કંઈ પણ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.