કેન્સરના રોગ સામે ઘણા સમયથી મર્દાનગીથી ઝઝુમતા અભિનેતા ઇરફાનખાનનું નિધન ચાહકોમાં ભારે શોક
બોલીવુડના લડાયક અભિનેતા ઇરફાનખાન કેન્સર સામે ઝઝુમી રહ્યા હતા. મંગળવારે તેની તબિયત ઓચિંતી બગડતા તેને ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં આજરોજ આચિંતુ નિધન થયુ છે. અભિનેતાના પ્રવકતાએ જણાવ્યું હતું કે ઇરફાનની તબિયત આંતરડાના ચેપથી ઓચિંતી બગડતા તેને મુંબઇની ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઇરફાન પોતાની ઇચ્છાશકિતના જોરે કેન્સર સામે અત્યાર સુધી ઝઝુમ્યા હતા
૫૩ વર્ષીય અભિનેતાની હાલત મંગળવારે ઓચિંતી બગડતા તેને તાત્કાલીક સારવાર ની જરૂરીયાત હતી તેની સાથે પત્ની સુતયા સિકદર અને પુત્રો બલનલ અને આયનખાન હતા.
ઇરફાનની માતા સઇદાબેગમનું ૯૫ વર્ષની વયે શનિવારે સવારે જયપુરમાં મૃત્યુ થયું હતું. પણ લોકડાઉને લીધે અભિનેતા માતાની અંતિમવિધિમાં જઇ શકયો ન હતો. તેણે વિડીયો કોન્ફરન્સીંગથી માતાને અંતિમ વિદાય આપી હતી.
ધ લાઇફ ઓફ મીના અભિનેતાને માર્ચ ૨૦૧૮ માં મગજમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું અને બાદમાં તે સારવાર માટે લંડન ગયો હતો. તે ફેબ્રુઆરી ૨૦૧૯માં સ્વદેશ પરત ફર્યો હતો. અને અંગ્રેજી મિડીયમ ફિલ્મ બનાવી હતી. ફરી થોડા સમય બાદ તે આગળની સારવાર માટે લંડન ગયો હતો અને ત્યાં સર્જરી કરાવી ગત સપ્ટેમ્બરમાં જ દેશ પરત ફર્યો હતો.
તેને કેન્સર નિદાન થયા બાદ અંગ્રેજી મીડીયમ તેની પ્રથમ ફિલ્મ હતી અને તેમાં તેણે કરીના કપુર, રાધિકા મદન સાથે અભિનય કર્યો હતો એ અગાઉ તેણે ર૦૧૮માં કારવા ફિલ્મમાં જોવા મળ્યો હતો. તેમાં તેણે ડલકર સલમાન અને મિથીલા પાલકર સાથે અભિનય કર્યો હતો. મકબૂલ, હાંસિ, ખાનસિંઘ તોમર, હૈદર, પિંકુ, તલવાર અને એકેડેમી એવોર્ડ માટે નામાંકિત સલામ બોમ્બે તેમની જાણતી ફિલ્મો છે.
આ ઉપરાંત તેણે લાઇફ ઓફપી, ઇન્ફર્નો, ધ નેમસેક, સ્લમડોગ મિલિયોનર અને ધ વરિયર જેવા આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે પોતાની એક્ટિંગના દમ પર બહોળો ચાહક વર્ગ ઊભો કરનારા ઈરફાન ખાન એક્ટર નહોતા બનવા માગતા. રાજસ્થાનમાં જન્મેલા ઈરફાન ખાનને ક્રિકેટ રમવી ગમતી હતી. તેઓ પોતાની ઘર પાસેના સ્ટેડિયમમાં જઈને ક્રિકેટ રમતા હતા. ઈરફાન ખાનને સ્કૂલે જવાનું નહોતું ગમતું. તેમને ક્રિકેટની પ્રેક્ટિસ કરવી ગમતી હતી. રિપોર્ટ્સ પ્રમાણે ઈરફાન ખાન ક્રિકેટમાં એટલા સારા હતા કે તેમનું સિલેક્શન સીકે નાયડૂ ટ્રોફી માટે લગભગ થઈ ગયું હતું. પરંતું પૈસાની તંગીના કારણે ક્રિકેટર બનવાનું તેમનું સપનું અધૂરું રહી ગયું. ફિલ્મમેકર શૂજીત સરકારે ટ્વિટર પર ટ્વીટ કરીને ઈરફાન ખાનના નિધનની પુષ્ટિ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું, મારો વ્હાલો મિત્ર ઈરફાન, તુંલડ્યો, લડ્યો અને લડ્યો. મને હંમેશાં તારી પર ગર્વ રહેશે. આપણે ફરી મળીશું. બબિલ તથા સુતપાને આશ્વાસન. સુતપા તે આ લડાઈમાં તારીથી જે થયું તે તમામ કર્યું. શાંતિ…ઓમ શાંતિ… ઈરફાન ખાનને સલામ.
ઈરફાને ૧૯૮૮માં રૂપેરી પડદે પ્રથમ વખત કર્યું પદાર્પણ:વખત પરિશ્રમથી પ્રાપ્ત કરી હતી સફળતા
ફિલ્મ સ્ટાર ઈરફાન ખાને ૧૯૮૮માં સલામ બોમ્બે નામના ફિલ્મમાં નાનો રોલ મેળવીને રૂપેરી પડદે પર્દાપર્ણ કર્યું હતું. બાદમાં વર્ષો સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું સ્થાન જમાવવા સખત પરિશ્રમ કર્યો હતો. વર્ષ ૨૦૦૧માં તે ધ વોરીયર નામની બ્રિટીસ ફિલ્મમાં ચમક્યો હતો. બાદમાં ૨૦૦૩માં હાશિલ અને ૨૦૦૪માં મકબુલ નામના ડ્રામામાં તેમણે લીડ રોલ મેળવ્યો હતો. ૨૦૦૬માં ધ નેમસેક, ૨૦૦૭માં લાઈફ ઈન અ મેટ્રો અને ૨૦૧૧માં પાન સિંગ તોમરમાં પોતાની એક્ટિંગનો જલ્વો દેખાડ્યો હતો. આ ઉપરાંત તેમણે ધ લંચ બોક્સ, પિકુ, તલવાર, હિન્દી-મીડિયમ, અંગ્રેજી-મીડિયમ સહિતના અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેમણે ધ અમેઝિંગ સ્પાઈડર મેન, લાઈફ ઓફ પાઈ, જ્યુરાસીક વર્લ્ડ, ઈન્ફેેરનો જેવા હોલિવુડ ફિલ્મોમાં સપોટીંગ રોલ તરીકે પોતાની કળાના સમગ્ર વિશ્ર્વમાં કામળ પાથર્યા હતા.
અંગ્રેજી મીડીયમ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ઈમોશનલ વાત કરી હતી
ઈરફાને એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, હેલ્લો ભાઈઓ, બહેનો, નમસ્કાર. હું ઈરફાન ખાન, આજે તમારી સાથે છું પણ, અને નથી પણ. મારા માટે આ ફિલ્મ અંગ્રેજી મીડિયમ ઘણી જ ખાસ છે. વિશ્વાસ કરો કે મારી દિલની ઈચ્છા હતી કે આ ફિલ્મને પણ એટલા જ પ્રેમથી પ્રમોટ કરું, જેટલા પ્રેમથી અમે આ ફિલ્મ બનાવી છે. જોકે, મારા શરીરમાં કેટલાંક વણજોઈતા મહેમાનો બેઠાં છે. તેમની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. જોઈએ હવે શું થાય છે. જે પણ થશે, તમને જાણ કરી દેવામાં આવશે. કહેવત છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે તો તેને અનુકૂળ તકમાં ફેરવવી જોઈએ. આ વાત બોલવામાં સારી લાગે છે પરંતુ જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે, ત્યારે તેને અનુકૂળ તકમાં ફેરવવી ઘણી જ અઘરી હોય છે. તમારી પાસે ચોઈસ પણ શું હોય છે? હકારાત્મક રહેવા સિવાય? આ પરિસ્થિતિને તમે અનુકૂળ તકમાં ફેરવી શકો છો કે નહીં તે તો તમારી પર છે. અમે બધાએ આ ફિલ્મને તે જ હાકરાત્મકતા સાથે બનાવી છે. આશા છે કે આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને પાછી હસાવશે. ટ્રેલરને એન્જોય કરો. એકબીજા પ્રત્યે દયાળુ રહો અને ફિલ્મ જોઈને આવો. અને હા.. મારી રાહ જોજો
ઈરફાન ખાનને પદ્મશ્રીનું સન્માન અને ૪ વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે
ઈરફાન ખાને મકબૂલ, લાઈફ ઈન અ મેટ્રો, લંચ બોક્સ, પીકુ, તલવાર, હિંદી મીડિયમ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમને હાસિલ (નેગેટિવ રોલ), લાઈફ ઈન અ મેટ્રો (બેસ્ટ એક્ટર), પાન સિંહ તોમર (બેસ્ટ એક્ટર ક્રિટિક) તથા હિંદી મીડિયમ માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. પાન સિંહ તોમર માટે એક્ટરને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.