દશનામ ગૌસ્વામી અને સાધુ સમાજ દ્વારા બાર એસો.ના પ્રમુખ અર્જુન પટેલનું શાલ ઓઢાડી સન્માન કરાયું
પોલીસ કમિશ્નરને રજુઆત કરતા જણાવેલું ધાર્મિક લાગણી દુભાવવાનો આ પ્રથમ દર્શનીય કેસ છે. પોલીસ સમક્ષ બીન જામીન પાત્ર હોય ત્યારે પોલીસ ગુનો નોંધવાનો ઇન્કાર કરી શકે નહી. આમ છતાં બી ડીવીઝન પોલીસ મથક દ્વારા ઇરાદાપૂર્વક ગુનો નોંધવામાં આવતો નથી.
રાજકોટ બારના પ્રમુખ અર્જુન પટેલની રજુઆત સાથે પોલીસ કમિશ્નર સમંત થતા બાદ અંતે તા. 9-9-22 ગુનો નોંધાયો હતો. આ બાબતે દશનામ ગૌસ્વામી સાધુ સમાજ અને સંતો મહંતો કોર્ટ કમ્પાઉન્ડ ખાતે આવી બારના પ્રમુખ અર્જુન્ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરી આભાર વ્યકત કર્યો હતો.
આ તકે બાદના પ્રમુખ અર્જુન પટેલે ધન્યતા અનુભવતા જણાવેલ કે જે સાધુ સમાજને રોજ પગે લાગી આદર વ્યકત કરીએ છીએ તેમના દ્વારા સન્માન થાય તે વકીલાતના વ્યવસાયની સફળતા થાય છે અને મારો જન્મારો સુધરી ગયો છે.
સનાદીન ધર્મ વિષે ટીપ્પણી કરનાર વલ્લભ વિદ્યા નગર પાસે આત્મીય વિઘાધામ બાકરોલ સ્થિત આનંદસાગર સ્વામીએ જેમણે વિદેશની ધરતી પર સનાતન ધર્મ અને ભગવાન શિવ વિષે વાણી વિલાસ કરી અભદ્ર ટીપ્પણી કરી સનાતક ધર્મમાં માનનાર હિન્દુ ધર્મ પ્રેમીની લાગણી દુભાવેલી, આ બાબતે રાજકોટના મિહિર ઉર્ફે મીલન રમેશભાઇ શુકલે બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે આ બાબતે ગુનો નોંધતી ન હોય જેથી રાજકોટ બ્રહ્મ સમાજના અગ્રણીઓએ તેમજ દિપકભાઇ ભટ્ટ વિગેરે બ્રહ્મસમાજના આગેવાનોએ આ બાબતે ગુનો નોંધાવવો જોઇએ તેવી ધાર્મિક લાગણી અને કાયદાકીય માંગણી રજુ કરી હતી. આ બાબતે રાજકોટ બાદના પ્રમુખ અર્જુન પટેલને ઘ્યાન પર આવતા તેમણે પણ આ લડતમાં ઝુકાવેલું અને વિશાળ સંખ્યામાં તા. 9-9-22 ના રોજ પોલીસ કમિશ્નર સમક્ષ રજુઆત માટે ગયેલા અને વિશેષમાં જણાવેલ કે ભગવો રંગ સત્યનો રંગ છે. કાળો રંગ સત્યને પ્રકાશમાં લાવવા માટે સર્જાયો છે. કાળા કોટનો આ ધર્મ છે. વધુમાં જણાવેલ કે લડતની આ શરુઆત છે આ લડતનો અંત આવા વાણી વિલાસ કરનારને કડક કડકમાં સજા કરવામાં આવે ત્યારે થશે.આ તકે પ્રમુખ અર્જુનભાઇ પટેલ, ઉપપ્રમુખ સિઘ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પી.સી. વ્યાસ, સીનીયર વકીલ કમલેશ રાવલ, તુષાર બસરાણી, અજયસિંહ ચૌહાણ, એમ.એ. સી.પી. ના પ્રમુખ અજયભાઇ જોશી સહીતના સીનીગય જુનીયર એડવોકેટ ઉ5સ્થિત રહ્યા હતા.