એસસીએના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇટ ટુ ફિનીશ
ટોસ જીતનારી ટીમ પ્રથમ ફિલ્ડીંગ લેવાનું પસંદ કરશે: 180 થી ર00 રન બનેુ તેવી વિકેટ, બીજા દાવમાં રન ચેઝમાં કોઇ તકલીફ નહી પડે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ રંગમાં રંગાય ગયા છે. આજે સાંજે ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજો ટી-ર0 મેચ રમાશે. ત્રણ મેચની શ્રેણી હાલ 1-1 ની બરાબરી હોય આજનો મેચ બન્ને ટીમો માટે બેટસમેનો માટે સ્વર્ગ સમી માનવામાં આવે છે. ટોચ જીતનાર ટીમનો સુકાની પ્રથમ ફિલ્ડીંગ લેવાનું પસંદ કરશેુ. મેચ હાઇસ્કોરીંગ રહેશે. પ્રથમ દાવમાં 180 થી 200 રન આસપાસનો જુમલો ખડકાશે. જો કે આ સ્કોર પણ ચેઝ કરવામાં બીજો દાવ લેનારી ટીમને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. બપોરે 4 વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડીયમમાં એન્ટ્રી આપવાનું શરુ કરવામાં આવશે ગઇકાલે બપોરે બન્ને ટીમોનું રાજકોટ ખાતે આગમન થતાની સાથે જ રાજકોટમાં જબરજસ્ત ક્રિકેટ ફિવર છવાય ગયો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટી-ર0 મેચની શ્રેણીના પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો હતો. જયારે પુર્ણે ખાતે રમાયેલી બીજી મેચ ભારે રોમાંચકતા બાદ શ્રીલંકાની ટીમે જીતી લીધી હતી. હાલ શ્રેણી 1-1 ની બરાબરી પર ચાલી રહી છે. આજે રાજકોટમાં રમાનારી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ બન્ને ટીમો માટે ફાઇનલ સમી બની રહેશે. શ્રેણી કબ્જે કરવાના બુલંદ ઇરાદા સાથે બન્ને ટીમો મેદાનમાં ઉતારશે રાજકોટમાં અત્યાર સુધી ચાર ટી-ર0 મેચ રમાય છે. જેમાં ન્યુઝીલેન્ડ સામેની એક માત્ર મેચમાં ભારતને પરાજય સહન કરવો પડયો હતો. જયારે ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. રાજકોટમાં ભારતીય ટીમની સફળતાની ટકાવારી 75 ટકા છે.
આજની મેચમાં ભારત માટે સૌથી મોટી ચિંતા બોલરો અને ઓપનરોનું કંગાળ ફોર્મ છે. ઓપનાર શુભમન ગીલ અને ઇશાન કિશન પોતાની પ્રતિષ્ઠાને અનુરુપ પ્રદર્શન કરી શકયા નથી. સુકાની હાર્દિક પંડયા પણ નિષ્ફળ રહ્યો છે. સૂર્યકુમાર યાદવ બીજી મેચમાં ખીલ્યો હતો જયારે પ્રથમ મેચમાં નિષ્ફળ રહ્યા હતા. બીજા મેચમાં અર્ષદીપ સહિતના બોલરોએ સાત નો-બોલ ફેકયા હતા જેમાં ર6 રન આપ્યા હતા. જે ભારતીય ટીમની હાર માટે જવાબદાર બન્યા હતા.
બન્ને ટીમો ગુરુવારે પૂર્ણ ખાતે બીજી મેચ રમ્યા બાદ શુક્રવારે બપોરે રાજકોટ આવી પહોંચી હતી. જેના કારણે બન્ને ટીમી પ્રેકટીસ કર્યા વિના જ મેદાનમાં ઉતરશે. મેચ શરુ થયા પૂર્વ વોમેઅપમાં બન્ને ટીમોના ખેલાડીઓ થોડી ઘણી પ્રેકટીસ કરશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ક્ષમતા 28,000 છે. ટિકીટો ચપોચપ વહેચાય ગઇ છે. બપોરે 4 વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડીયમમાં પ્રવેશ આપવાનું શરુ કરવામાં આવશે. સાંજે 6.30 કલાકે ટોસ ઉછાળવામાં આવશે ત્યાર બાદ બન્ને ટીમોના રાષ્ટીય ગાન બાદ સાંજે 7 વાગ્યે મેચનો પ્રથમ દડો ફેંકાશે.
ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલીંગ કરવાના નિર્ણય લે તે ટીમના હિતમાં રહેશે રાજકોટની વિકેટ વર્ષોથી બેટસમેનો માટે સ્વર્ગસમી માનવામાં આવી રહી છે. બોલરો માટે રાજકોટની વિકેટમાં બોલરો માટે કશું જ નથી રાજકોટના ક્રિકેટ રસિકો આજે સંપૂર્ણ પણે ક્રિકેટ મય બની ગયા છે. શહેરમાં ક્રિકેટ ફિવર છવાય ગયો છે.
ભારત આજે ટીમના બે થી ત્રણ ફેરયાર કરે તેવી સંભવના જણાય રહી છે.
ભારતીય ટીમમાં બે થી ત્રણ ફેરફાર કરાય તેવી સંભાવના
રાજકોટ ખાતે આજે રમાનારી શ્રેણીની ત્રીજી અને કરો યા મરો સમી જંગમાં ભારતીય ટીમમાં સુકાની હાર્દિક પંડયા અને કોચ રાહુલ દ્રવિદ બે થી ત્રણ ફેરફાર કરે તેવી સંભાવના જણાય રહી છે. ઓપનર સુભમન ગીલના સ્થાને ટીમમાં ઋતુરાજ ગાયકવાડને સ્થાન આપવામાં આવે તેવી શકયતા જણાય રહી છે.
આ ઉપરાંત અર્ષદીપ ના સ્થાને ફરી હર્ષલ પટેલને ટીમમાં સ્થાન મળે શકયતા જણાય રહી છે. હાર્દિક પંડયા ઓપનીંગમાં બોલીંગ કરે છે આ ઉપરાંત દિપક હુડાના રુપમાં ટીમમાં અન્ય એક પાર્ટ ટાઇમ બોલર છે આવામાં ટીમનાં એક બોલરને ઘટાડી બેટસમેન વધારવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
ખંઢેરીમાં 4 ટી20માંથી ભારતે 3 મેચ જીતી છે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી 4 ટી20માંથી ભારતે 3 મેચ જીતી છે જ્યારે એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર છેલ્લી વખત ગયા વર્ષે એટલે કે 2022માં દક્ષિણ આફ્રિકા સામે ટી20 મેચ રમી હતી જેમાં તેણે 82 રને જીત મેળવી હતી. અગાઉ વર્ષ 2019માં ભારતે અહીં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાની ટીમ આ મેદાન પર પ્રથમ વખત ટી20 ઈન્ટરનેશનલ મેચ રમશે.
ખંઢેરી ભારત માટે લક્કી સાબિત થયું છે
ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા સામે આ જ મેદાન પર પ્રથમ ટી20 મેચ રમી હતી, ત્યારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. આ પછી વર્ષ 2017ની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થયો હતો. મેજબાન ટીમને કિવી ટીમએ 40 રને પરાજય આપ્યો હતો.
મેચ દરમિયાન રાજકોટમાં હવામાન કેવું રહેશે?
શ્રીલંકા ટીમ પહેલીવાર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ રાજકોટમાં ટી20 મેચ રમશે જ્યારે ભારતે આ સ્ટેડિયમમાં 4ટી20 મેચ રમેલી છે જેમાથી 3 મેચ જીતેલી છે અને એક મેચ જ હારેલી છે. આજની મેચ દરમિયાન તાપમાન વધુમાં વધુ 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે તેમજ ઓછામાં ઓછું 28 ડિગ્રી રહેશે તેવુ અનુમાન કરવામા આવ્યો છે. વરસાદની કોઈ પણ સંભવનાઓ નથી.
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચનો રેકોર્ડ કેવો રહ્યો
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 28ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ જેમાથી 18 મેચ જીતી છે જ્યારે શ્રીલંકાએ 9 મેચ જીતી છે અને એક મેચનો કંઈ પણ પરિણામ સામે આવ્યો ન હતો. ભારતીય ટીમ શ્રીલંકા સામે ટી20માં પહેલા બેટિંગ કરી 7 મેચ જીતેલી છે જ્યારે શ્રીલંકાએ 2 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ બોલિંગ પ્રથમ લઈ શ્રીલંકા સામે 10 મેચમાં વિજય થયેલી છે જ્યારે શ્રીલંકાના ખાતામાં 7 મેચ છે.