ધારાસભ્ય જે.વી.કાકડીયા અને પૂર્વ ધારાસભ્ય મનસુખ ભૂવાની પેનલ વચ્ચે ટકકર: ચૂંટણીના નિશાનોને લય ભારે રમૂજ સર્જાઈ
અબતક, અરૂણ વેગડા, ધારી
ધારી ની ગ્રામ પંચાયત ની ચુંટણી મા કુલ પેનલ અલગ અલગ નીશાન પર ચુંટણી લડી રહી છે જેમાં ભાજપ દમ પર બે ઉમેદવારો ની પેનલ ચુંટણી જંગમાં છે જેમા ધારી શહેર નાનપણથી જ પોતાના મીત્રો સાથે સેવા કાર્ય કરી અને બંજરગ ગ્રુપ ની સેવા કીય સંસ્થા ના પ્રમુખ પરેશભાઇ પટ્ટણી ના ધમે પત્ની સોનલબેન ની ભાજપ પ્રેરિત પેનલ છે તો વળી તેની સામે જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ ભુપતભાઇ વાળા ના ધમે પત્ની જયશ્રી બહેન વાળા સંરપચ ના ઉમેદવાર સાથે ચુંટણી જંગમાં તે પણ ભાજપ ના દમ પર ચુંટણી લડી રહ્યા છે અહી મતદારો પણ મુંજવણ મા મુકાયા છે અને એક સાથે ભાજપ પ્રેરિત પેનલ બે છે તો આમા મતદોરા નો શુ સમજવ બિજીબાજુ ધારી ના માજી ધારાસભ્ય મનસુખ ભુવા ની પેનલ હોવા નુ તે પણ ભાજપ ના છે ત્યારે માજી અને તાજી ધારાસભ્ય ની પેનલ મેદાનમાં છે
ત્યારે ચુંટણી ના નીશાન ને લય ને ભારે રમુજ જોવા મળી રહી છે ભાજપ પ્રેરિત પેનલ નુ નિશાન ચાની કીટલી છે ત્યારે શ્રીજી નગર ના સદસ્ય ના ઉમેદવારે તેના વોડ મા ડેલીએ ડેલીએ સ્ટીલ ની કીટલી લટકાવી હતી ત્યારે આજે એક ચાની હોટલ એક અન્ય ભાજપ પ્રેરિત પેનલ ના સદસ્ય ઉમેદવાર ઉભા હતા અને એક દુકાન દાર રમુજ કરી રહ્યા હતા કે કીટલી વાળા તો ઘર આંગણે કીટલી લટકાવી ગયા છે તમારે કુકર કયારે ડેલીલએ ડેલીએ ક્યારેય લટકાવુ છે તમે કુકર લટકાવો એટલે અમે કોંગ્રેસ ના ઉમેદવાર પાસે સંચો તેમનુ નિશાન છે તેમને સંચો લટકાવવા નુ કહયે ભારે રમુજ સાથે ચુંટણી ની ચચો જોવા મળી હતી જોકે આજે જીલ્લા ભાજપ ના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાથે વાત કરતા કે ધારી મા એક પક્ષ ની બે પેનલ કેમ ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભાજપ પ્રેરિત એક પણ પેનલ નથી આમા કયા ભાજપ નુ નિશાન હોતુ નથી. અબતક સાથે ટેલિફોનીક વાત કરતા જણાવ્યુ હતુ